મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં નેગેટિવ કારોબાર જોવા મળ્યો.
પ્રી-ઓપનિંગ સેશનમાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSEનો સેન્સેક્સ 182.77 પોઈન્ટના ઘટાડા સાથે 83,876.13 પોઈન્ટ પર ખુલ્યો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSEનો નિફ્ટી પણ શરૂઆતના તબક્કામાં 46.25 પોઈન્ટ ઘટીને 25,591.55 પોઈન્ટ પર ખુલ્યો. જોકે, આજે કેટલાક સમય માટે નિફ્ટી તેની નવી ટોચે પહોંચ્યો હતો.
કયા શેરોમાં વધઘટ થઈ?
સ્થાનિક બજારોમાં ઘટાડાનું મુખ્ય કારણ બેંકોના શેરોમાં પ્રોફિટ બુકિંગ હતું. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 કંપનીઓમાંથી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, NTPC, HDFC બેંક, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકના શેરમાં નગેટિવ કારોબાર હતો. જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, ટ્રેન્ટ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને એટરનલ (ઝોમેટો) ના શેરમાં તેજી નોંધાઈ.
Gold Silver Price Today: સોનામાં રૂ.3,650 અને ચાંદીમાં રૂ.10,000નો કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર






