Home Business Sensex Nifty Fall Stock Market Crash March 2026 Sensex Falls 900 Points Nifty Loses 23000 Mark

રોકાણકારો સાવધાન! : વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટીએ 23,000ની સપાટી ગુમાવી!

stock market crash sensex nifty
Published by: Nirali Gohil
Last Updated: Mar 27, 2026, 04:50 AM IST

Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે ફરી એકવાર મોટો કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં પ્રવર્તી રહેલી અસ્થિરતા અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવની સીધી અસર દલાલ સ્ટ્રીટ પર જોવા મળી રહી છે. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટ ગબડીને 74,500ની નીચે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 250થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 23,000ની મહત્વની સપાટી તોડી નીચે સરકી ગયો છે. બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં ભારે ગભરાટ ફેલાયો છે.

વૈશ્વિક તણાવ અને તેલના ભાવની બજાર પર અસર

શેરબજારમાં આવેલા આ ઘટાડા પાછળ પશ્ચિમ એશિયાનું સંકટ મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પરના હુમલાની ડેડલાઈન લંબાવી હોવા છતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સાવચેત બન્યા છે અને પ્રોફિટ બુકિંગ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, નિફ્ટી માટે 23,000નો લેવલ હવે કી-સપોર્ટ બની રહેશે, જો તે જળવાશે નહીં તો વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આ પણ વાંચો: રોકાણકારો માટે કમાણીની તક : વેદાંત અને એન્જલ વન સહિત આ 7 સ્ટોક્સ આવતીકાલે થશે 'Ex-Date', જાણો ડિવિડન્ડ અને બોનસની વિગતો

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો: નાણામંત્રીનું નિવેદન

બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે પેટ્રોલ અને ડીઝલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટીમાં ₹10નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયાના સંકટને કારણે વધતા ભાવથી ગ્રાહકોને રક્ષણ આપવા માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, આ ઘટાડાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ને થોડી રાહત મળશે, પરંતુ બજાર પર દબાણ યથાવત્ છે.

કયા શેરોમાં ગાબડાં પડ્યા અને કોણ વધ્યું?

  • ટોપ લુઝર્સ: શ્રીરામ ફાઇનાન્સ, ટાટા મોટર્સ અને બજાજ ફાઇનાન્સ જેવા દિગ્ગજ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રિલાયન્સ (RIL) અને ઇન્ફોસિસ જેવા હેવીવેઇટ શેરો પર પણ રોકાણકારોની નજર છે.

  • ટોપ ગેઇનર્સ: નબળા બજારમાં પણ ઓરેકલ ફાઇનાન્સ (Oracle Fin) ના શેરમાં મોટો ઓર્ડર મળવાને કારણે 6%નો ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય L&T ને ₹1,000-2,500 કરોડનો નવો ઓર્ડર મળતા તે ચર્ચામાં છે.

  • સેક્ટર અપડેટ: નિફ્ટી આઈટી (IT) સિવાયના તમામ સેક્ટરલ ઇન્ડેક્સ હાલમાં લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

નિષ્ણાતોનો મત અને આગામી વ્યૂહરચના

બજારના નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં અર્નિંગ ગ્રોથમાં 6-7%નો ઘટાડો આવી શકે છે, જે અગાઉ 13-15% રહેવાની ધારણા હતી. જોકે, ડિફેન્સ સેક્ટરના શેરોમાં લાંબા ગાળે તેજી જોવા મળી શકે છે. ટ્રેડર્સને સલાહ આપવામાં આવી છે કે આગામી ટૂંકા અઠવાડિયા અને વીકેન્ડને ધ્યાનમાં રાખીને પોતાની પોઝિશન હળવી રાખે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Gold Silver Price Today
શું દેશમાં કોરોના જેવી સ્થિતિ સર્જાશે?
Petrol Diesel Price Today
LPG Crisis: દેશમાં પેટ્રોલ-ડીઝલ અને LPGની છે અછત?