Home Gujarat Science Technology And Innovation Sti Policy 2026 2031 Unveiled

ગુજરાત સેમી કનેકટ કૉન્ફરન્સ : સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન STI નીતિ 2026-2031નું અનાવરણ

ગુજરાત સેમી કનેકટ કૉન્ફરન્સ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2026, 08:21 AM IST

મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલી ગુજરાત સેમિકનેકટ કોન્ફરન્સ 2026 દરમિયાન માનનીય મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યની સાયન્સ, ટેકનોલોજી અને ઇનોવેશન (STI) નીતિ 2026-2031 જાહેર કરાઈ છે. આ નવી નીતિની હેતુ ગુજરાતને નવીનતા આધારિત અને ટેક્નોલોજીમાં આગળ રહેનાર રાજ્ય બનાવવાનો છે. રાજ્યના સર્વાગી વિકાસ, ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અને સમાજની પ્રગતિ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજીને મજબૂત બનાવવું આ નીતિનું મુખ્ય લક્ષ્ય છે.

“સ્વદેશી અનુસંધાન ફડ"

વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047" ના વિઝનને સાકાર કરવા આ નીતિ રાજ્યને ટેક્નોલોજીમાં આત્મ નિર્ભર બનાવશે અને વૈશ્વિક સ્તરે આગળ વધવામાં મદદરૂપ થશે. ગુજરાત ને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા બનાવવામાં આ નીતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ નીતિનો ખાસ ભાગ છે. ₹1000 કરોડનો “સ્વદેશી અનુસંધાન ફડ", આ ફૂડ દ્વારા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સેમિકન્ડક્ટર, કવાટમ ટેકક્નોલોજી, બાયોટેકક્નોલોજી, ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકક્નોલોજી, ઇમર્સિવ ટેક્નોલોજી અને અંતરિક્ષ જેવા મહત્વના ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન મળશે. દર વર્ષે 100થી વધુ ગુણવત્તા સભર સંશોધન પ્રોજેક્ટ્સને મદદ મળશે.

"વુમન ઇન ઇનોવેશન"

રાજ્યમાં ગુજરાત રાજ્ય સંશોધન અને નવીનતા ક્લસ્ટર (GRRICO બનાવવામાં આવશે. શરૂઆત ગાંધીનગર-અમદાવાદ વિસ્તારમાંથી થશે અને ત્યારબાદ વડોદરા-સુરત તથા રાજકોટ-ભાવનગર-જુનાગઢ- જામનગર સુધી તેનો વિસ્તાર કરવામાં આવશે. અદ્યતન લેબ, ટેસ્ટિંગ સુવિધા અને ઉદ્યોગ તથા શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા માટે ઇનોવેશન અને R&D હબ્સ ઉભા કરાશે. આ પોલીસી અંતર્ગત માનવ સંસાધન વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યમાં 2030 સુધી 1 લાખ કુશળ સંશોધકો તૈયાર કરવાનો સંકલ્પ લે છે. દર વર્ષે 250 JRF/SRF/PDF ફેલોશિપ આપવામાં આવશે. "વુમન ઇન ઇનોવેશન" ફેલોશિપ, એકીકૃત ગુજરાત H&D પોર્ટલ અને રાજ્યવ્યાપી STEM પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને સંશોધન તરફ પ્રોત્સાહિત કરવામાં આવશે.

STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે

વિજ્ઞાન પ્રત્યે રસ વધે તે માટે STEM લર્નિંગ સેન્ટર્સનો વિસ્તાર કરવામાં આવશે. સાયન્સ સિટી અને જિલ્લા વિજ્ઞાન કેન્નેને વધુ સશક્ત બનાવાશે. મોબાઇલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ ભેરા ગામડાં સુધી વિજ્ઞાન પહોંચાડવામાં આવશે અને અનુભૂતિ આધારિત શિક્ષણને પ્રોત્સાહન મળશે. રાજ્યમાં 200થી વધુ IP સુવિધા કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્ય છે, જેથી દર વર્ષે 1000થી વધુ બૌદ્ધિક સંપત્તિ નોંધણીઓ થાય, જેમાં ઓછામાં ઓછા 500 પેટન્ટનો સમાવેશ થાય. આથી ઉદ્યોગ અને એકેડેમિયા વચ્ચે સહકાર વધશે અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા મજબૂત બનશે. રાજ્ય 2030 સુધી STI ક્ષેત્રમાં ખર્ચને GSDPના 1% સુધી વધારશે. વિવિધ વિભાગોમાં 1% R&D ફાળવણી ફરજિયાત અનાવવામાં આવશે. CSR દ્વારા પણ સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને ટેકો આપવામાં આવશે.

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર આ નીતિ અમલમાં મૂકવા માટે નોડલ વિભાગ તરીકે કામ કરશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) અમલી એજન્સી રહેશે. ગુજરાત સ્ટેટ રિસર્ચ ફાઉન્ડેશન અને નિષ્ણાતોની ટેકનિકલ સમિતિ માર્ગદર્શન આપશે. ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026 દરમિયાન આ નીતિ જાહેર થવી રાજ્યની વૈજ્ઞાનિક પ્રતિબદ્ધતા અને ટેક્નોલીજીમાં આત્મનિર્ભર બનવાના સંકલ્પનું પ્રતિક છે. આ નીતિ ગુજરાતને નવીનતા આધારિત અને વિશ્વસ્તરીય અર્થવ્યવસ્થા તરફ આગળ વધારશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now