Home Gujarat 28 June 2026 Gujarat Latest News Updates Weather Politics Crime

Live28 June 2026 Gujarat Latest News Updates : જાણો આજના દિવસભરના ગુજરાતના તમામ મોટા અને મહત્વના સમાચાર

Gujarat News Updates Live
Published by: OBS Bureau
Last Updated: Jun 28, 2026, 06:09 AM IST

28 June 2026 Gujarat News Updates Live : આજે 23 જૂન 2026ને મંગળવાર. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિત ગુજરાતના દરેક શહેરો અને જિલ્લાઓના દિવસભરના મોટા અને મહત્વના તમામ સમાચાર જાણો Offbeat Stories પર. વરસાદથી લઇને તમારા વિસ્તારની સ્થાનિક સમસ્યાઓ, ક્રાઈમથી લઇના ગુજરાતની રાજકીય હલચલ સુધીની તમામ મહત્ત્વની બાબતોની લેટેસ્ટ અપડેટ્સ અહીં જાણો.

લાઈવ અપડેટ્સ
20 મિનિટ પહેલા28 જૂન 2026

ગાંધીનગરમાં સનસનાટી: કોસ્ટ ગાર્ડની ઓફિસમાં જવાનનો પોતાની જ રાઇફલથી ગળાના ભાગે ગોળી મારી આપઘાતનો પ્રયાસ

શહેરના સેક્ટર-૧ માં ગાયત્રી મંદિર પાસે આવેલી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની ઓફિસ કેમ્પસમાં રવિવારે સવારે એક ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીં સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત ૪૩ વર્ષીય કોસ્ટ ગાર્ડ જવાન હસમુખભાઈ ચતુરભાઈ પ્રજાપતિ (રહે. લેકાવાડા) એ અગમ્ય કારણોસર પોતાની જ રાઇફલ વડે ગળાના ભાગે ફાયરિંગ કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગોળીબારનો અવાજ થતાં જ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી અને લોહીલુહાણ હાલતમાં જવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આઈસીયુ (ICU) માં દાખલ કરાયા છે, જ્યાં તેમની સ્થિતિ અત્યંત નાજુક છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એફએસએલ (FSL) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પુરાવા એકત્ર કર્યા હતા. સેક્ટર-૭ ના પીઆઈના જણાવ્યા મુજબ, પોલીસે ગુનો નોંધી સાથી કર્મચારીઓ અને પરિવારની પૂછપરછ સાથે આપઘાતના કારણની તપાસ શરૂ કરી છે.

47 મિનિટ પહેલા28 જૂન 2026

વડોદરામાં સરકારી મિલકતની ચોરી: ખોદકામ કરી BSNL ના લાખોની કિંમતના અન્ડરગ્રાઉન્ડ કેબલ ચોરાયા

શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી મિલકતની ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દાંડિયાબજાર ગેસ ઓફિસ સામે અજાણ્યા શખ્સોએ આશરે ૧૩૦ થી ૧૪૦ મીટર લાંબો ખાડો પાડી, BSNL ના અન્ડરગ્રાઉન્ડ ટેલિફોન કેબલો કાપીને ચોરી કરી લીધા છે. ચોરાયેલા અલગ-અલગ સાઇઝના ૩ થી ૪ કિંમતી કેબલોની જૂના ભાવ મુજબ કિંમત આશરે રૂ. ૧ થી ૧.૫ લાખ થાય છે, જ્યારે વર્તમાન બજાર કિંમત ઘણી વધારે હોઈ શકે છે. આ મામલે BSNL ના સબ-ડિવિઝનલ એન્જિનિયર કે. એમ. મકવાણાએ રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ ગણતરીમાં લઈ તપાસ શરૂ કરી છે.

05:16 AM28 જૂન 2026

વડોદરામાં એસીબીની સફળ ટ્રેપ: જામીનની કાર્યવાહી માટે રૂ. ૧૦ હજારની લાંચ લેતા PSI અને ASI ઝડપાયા

શહેરના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ (PSI) અને એક એએસઆઈ (ASI) ને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રૂ. ૧૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

એક ગુનાની તપાસ કરી રહેલા PSI મલ્લિકાબેન પરમારે ફરિયાદીને હેરાન ન કરવા અને જામીનની કાર્યવાહી ઝડપથી પતાવવા બદલ શરૂઆતમાં રૂ. ૨૫ હજારની માંગણી કરી હતી, જે બાદમાં રૂ. ૧૦ હજાર નક્કી થઈ હતી. PSI ના કહેવાથી ફરિયાદી જ્યારે લાંચની રકમ ASI જયકિશન ગામેતીને તેની કારમાં આપી રહ્યો હતો, ત્યારે જ એસીબીના પીઆઈ એન.એમ. તલાટીની ટીમે છટકું ગોઠવી બંનેને દબોચી લીધા હતા. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

05:03 AM28 જૂન 2026

હવામાન વિભાગની આગાહી: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વરસાદની શક્યતા

ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિઓ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ સહિત દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જોકે, આ સિવાયના રાજ્યના બાકીના તમામ જિલ્લાઓમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

05:02 AM28 જૂન 2026

ખરાબ હવામાનની ચેતવણી: ગુજરાતના દરિયાકાંઠે ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે, માછીમારોને એલર્ટ

ગુજરાતમાં સક્રિય થયેલી બે મજબૂત સિસ્ટમના કારણે હવામાન વિભાગે માછીમારો માટે કડક ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને તેની આસપાસ સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધી લંબાયેલી ટ્રફ લાઇનને કારણે આગામી ૨ થી ૩ દિવસમાં રાજ્યમાં ચોમાસું વધુ આગળ વધશે. આ બદલાતા હવામાનને પગલે ૧ જુલાઈના રોજ સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પ્રચંડ બને તેવી સંભાવના છે. દરિયામાં પવનની ગતિ ૪૦ થી ૫૦ કિમી અને વધીને ૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખરાબ હવામાન અને તેજ પવનની સ્થિતિને જોતા માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે.

04:59 AM28 જૂન 2026

ગુજરાતમાં વરસાદની આગાહી: આજે ૧૧ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ, જુલાઈથી મેઘરાજા જમાવટ કરશે

ગુજરાતમાં ચોમાસાની જમાવટ વચ્ચે આજે ૨૮ જૂને રાજ્યના ૧૧ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧ જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન દરિયાકાંઠે ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદામાં સારો વરસાદ નોંધાયો છે. જોકે, રાજ્યના ૫૪ તાલુકા હજુ પણ કોરા છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચતા અસહ્ય ગરમી અને બફારો યથાવત્ રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now