અમદાવાદમાં સુરતના તક્ષશીલા આગકાંડ જેવી જ ઘટના સર્જાઈ છે. અમદાવાદમાં ઈન્દિરા બ્રિજ પાસે આત્રેય ઓર્ચિડ સોસાયટીના ફ્લેટમાં આગની ઘટના બની અને જીવ બચાવવા લોકો ઉપરથી નીચે પડતાં જોવા મળ્યા. જોકે સોસાયટીના લોકોએ નીચે ગાદલા પાથર્યા હતા જેથી જીવ બચી ગયો છે.
— DD News Gujarati (@DDNewsGujarati) April 29, 2025
#Ahmedabad #fire pic.twitter.com/3GFZV0QrmS
વીડિયો સૌજન્યઃ DD News Gujarati
જોકે આપને જણાવી દઈએ કે સૌથી પહેલાં ચોથા માળે આગ લાગી હતી અને ત્યારપછી વધુ પ્રસરતા તે પાંચમા માળ સુધી પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે તેમના અત્યાધૂનિક હાઈડ્રોલિક ઉપકરણનો ઉપયોગ કરીને ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કર્યું. આપને જણાવી દઈએ કે ફ્લેટમાં આગ લાગી ત્યારે બે બાળકો હાજર હતા. એક ફ્લેટના ACમાં આગ લાગ્યા પછી ગણતરીની મિનિટોમાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આખી ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.





