Home Gujarat Scam Of Printing Fake Notes Exposed In Savli

સાવલીમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ : બે પરપ્રાંતીય આરોપી ઝડપાયા, પ્રિન્ટર સહિત ચલણી નોટો જપ્ત

સાવલીમાં નકલી નોટો છાપવાના કૌભાંડનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 24, 2026, 09:02 AM IST

સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નકલી નોટ છાપવાના ગેરકાયદેસર કારોબારનો ભાંડાફોડ થયો છે. આસોજ સીમ વિસ્તારમાં મંજુસર અને આશોજ ગામ વચ્ચે મુખ્ય રોડની બાજુમાં આવેલા એક ખેતરના મકાનમાં ભાડે રહેતા પરપ્રાંતીય શખ્સો દ્વારા આ કારસ્તાન ચલાવવામાં આવતું હતું.

બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા

વડોદરા ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ને મળેલી બાતમીના આધારે સ્થળ પર રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામ 1. નરેન્દ્ર જંગલાલ પાલ અને 2. હેમંત મદનલાલ ઝાંગીડ હોવાનું જાણવા મળ્યું છે. બંનેને વધુ પૂછપરછ માટે મંજુસર પોલીસ મથકે લાવવામાં આવ્યા છે અને તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

કલર પ્રિન્ટર દ્વારા છાપવામાં આવતી હતી ચલણી નોટ

તપાસ દરમિયાન મકાનમાંથી આશરે હજારો રૂપિયાની અલગ અલગ ચલણી નોટો મળી આવી હતી. માહિતી મુજબ કલર પ્રિન્ટર દ્વારા વિવિધ કિંમતની નકલી નોટો છાપવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી પ્રિન્ટર સહિત આશરે 15 જેટલી ચલણી નોટો જપ્ત કરી છે. પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, આ નકલી નોટોના નેટવર્ક સાથે અન્ય શખ્સો પણ જોડાયેલા હોઈ શકે છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે અને નકલી નોટોના જાળ સાથે સંકળાયેલા અન્ય લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now