Home Gujarat Scam In Police Recruitment Exam In Jamnagar

જામનગરમાં પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો : 2 SRPF કોન્સ્ટેબલે RFID ચિપ બદલી, પોલીસે ગુનો નોંધ્યો

જામનગરમાં પોલીસ ભરતીની પરીક્ષામાં ગોટાળો
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2026, 02:19 PM IST

જામનગરમાં પોલીસ ભરતી બોર્ડની પરીક્ષામાં ગોટાળાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આવેલા પોલીસ ભરતી ગ્રાઉન્ડમાં 23 તારીખે યોજાયેલી પરીક્ષા દરમિયાન ગેરરીતિ થયાનો ખુલાસો થયો છે. આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેના પગલે પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો છે.

RFID ચિપ સાથે છેડછાડ

પોલીસ તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસમાં સામે આવ્યું છે કે, RFID લગાવેલ ચિપ સાથે પરીક્ષા આપવાની પ્રક્રિયામાં ગેરરીતિ કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ કેટલાક ઉમેદવારોએ પોતે પરીક્ષા આપવાને બદલે અન્ય વ્યક્તિને RFID ચિપ લગાવી પરીક્ષા અપાવી હતી. આ રીતે કાવતરું રચીને પોલીસ ભરતી બોર્ડ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

SRPF જવાન સામે નોંધાયો ગુનો

આ કેસમાં SRPFમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજા અને શિવભદ્ર સિંહ જાડેજા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપ છે કે બંનેએ મળીને કાવતરું રચ્યું હતું અને પરીક્ષામાં ગેરરીતિ કરી હતી, જેના કારણે સમગ્ર ભરતી પ્રક્રિયાની પારદર્શકતા પર સવાલ ઊભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now