Home Gujarat Savarkundla Blo Teacher Suffers Heart Attack While On Duty

સાવરકુંડલાના BLO શિક્ષકને ફરજ દરમ્યાન હાર્ટ એટેક : તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

સાવરકુંડલાના BLO શિક્ષકને ફરજ દરમ્યાન હાર્ટ એટેક
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 11:13 AM IST

અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના છાપરી ગામમાં આજે એક ગંભીર ઘટના બની છે. મતદાર યાદી સુધારણા (BLO) ની કામગીરી દરમિયાન એક શિક્ષકને અચાનક હાર્ટ એટેક આવતા તાકીદે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામના આ શિક્ષક શાળા પરિસરમાં SIR તથા BLO ની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે હાર્ટ એટેક આવ્યો હતો.
માહિતી મુજબ, શિક્ષક રાજેન્દ્રસિંહ મતદાર યાદીની તપાસ અને ડેટા ચેકિંગનું કામ કરી રહ્યા હતા. કામ દરમ્યાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો અનુભવાયો અને તેઓ ઢળી પડ્યા. શાળા સ્ટાફ અને ગામલોકોએ તરત જ 108 ઇમરજન્સી સર્વિસને સંપર્ક કર્યો હતો. 108 ની ટીમે તાકીદે પહોંચી તેમને પ્રાથમિક સારવાર આપી અને સાવરકુંડલા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.

પ્રથમ સારવાર બાદ તેમની હાલત ગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ડૉક્ટર્સે જણાવ્યું છે કે સમયસર સારવાર મળવાથી તેમની સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે, પરંતુ સતત મેડિકલ ઓબ્ઝર્વેશન ચાલુ છે.

BLO અને SIR ની કામગીરી ઘણીવાર દબાણસભર અને લાંબા સમય સુધી ચાલતી હોય છે. શિક્ષક વર્ગે પણ આવી કામગીરી દરમિયાન મળતી તણાવભરી જવાબદારીઓને કારણે ચિંતા વ્યક્ત કરી છે.

હાલ શિક્ષક રાજેન્દ્રસિંહની સારવાર ચાલી રહી છે અને પરિવાર તથા સહકર્મીઓ તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા