Home Gujarat Saputaara Is A Unique Gift Of Nature To Gujarat

ગુજરાતને કુદરતની અનોખી ભેટ એટલે 'સાપુતારા' : ચોમાસામાં HEAVEN ON EARTHનો થશે અનુભવ

ગુજરાતને કુદરતની અનોખી ભેટ એટલે 'સાપુતારા'
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 04:05 AM IST

ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા, જે સહ્યાદ્રીની ઊંચી પર્વતમાળાઓ વચ્ચે વસેલું છે, આજે મધ્યમ, ઉચ્ચમધ્યમ અને ધનાઢ્ય વર્ગના પર્યટકો માટે મસ્તી અને શાંતીનું આદર્શ મથક બની ગયું છે. રાજ્યના કુદરતી નઝારાઓમાં સુમેરુ સમાન આ સ્થળ દરવર્ષે લાખો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.

સૌંદર્ય અને શાંતિનો સંગ્રહ : સાપુતારાના મુખ્ય આકર્ષણો
સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, ગવર્નર હીલ, ઇકો પોઇન્ટ, અને બોટીંગ પોઇન્ટ સહિત અઢી ડઝનથી વધુ સ્થળો પર્યટકોને રોમાંચિત કરે છે.
આર્ટીસ્ટ વિલેજ, આદિવાસી સંસ્કૃતિ સંગ્રહાલય, રોઝ ગાર્ડન, વન ચેતના કેન્દ્ર અને અંબિકા દર્શન જેવા સ્થળો સાપુતારાની સાંસ્કૃતિક અને કુદરતી ધરોહરને જીવંત બનાવે છે.



સર્પગંગા તળાવમાં ફરીથી બોટીંગ શરુ – સ્થાનિકોને રોજગારી
એક વર્ષથી બંધ રહેલ સર્પગંગા તળાવમાં બોટીંગ પ્રવૃત્તિ તાજેતરમાં ફરીથી શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે બોટિંગ માટે નવી સેફટી નીતિઓ સાથે મંજૂરી આપી છે.
20થી વધુ સ્થાનિક આદિવાસી યુવાનોને તળાવને અડીને આવેલી બાઈક રાઈડ, દુકાનો અને સુવિધાઓના માધ્યમથી રોજગારી મળી છે.




તાજી હવા અને આરામદાયક તાપમાન
સમુદ્ર સપાટીથી લગભગ 1100 મીટર ઊંચાઈએ આવેલું સાપુતારું, દરવર્ષે લગભગ 15 લાખથી વધુ પર્યટકોને પોતામાં રમતો ધરાવતું સ્થળ છે.
હવામાં તાજગી, ઋતુઓમાં વૈવિધ્યતા અને ચોમાસાની ઋતુમાં વાદળોથી ઢંકાયેલું આ ગિરિમથક, પ્રવાસીઓને ખાસ કરીને આકર્ષે છે.

શિયાળુ તાપમાન: 8°C થી 28°C
ઉનાળુ તાપમાન: 28°C થી 38°C
ચોમાસું: ભારે વરસાદ અને ઝાપટાંની સાથે કુદરતી સૌંદર્યનો પરિચય

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now