Home Gujarat Sanand Police Crackdown On High Profile Alcohol Hookah Party

હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પર સાણંદ પોલીસનો સપાટો : 81 યુવક-યુવતીઓની અટકાયત, નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમમાં ચાલી રહી હતી 'ટલ્લી પાર્ટી'

હાઈપ્રોફાઈલ દારૂ-હુક્કા પાર્ટી પર સાણંદ પોલીસનો સપાટો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 05, 2026, 05:23 AM IST

અમદાવાદ જિલ્લામાં એક હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાતે રેડ પાડતા ભારે ચકચાર મચી ગઈ હતી. સાણંદ તાલુકાના ગોરસ સીમ નજીક આવેલા ‘નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ’માં ચાલી રહેલી દારૂ અને હુક્કાની મહેફિલ પર સાણંદ પોલીસે બાતમીના આધારે અચાનક રેડ પાડી હતી. આ રેડ દરમિયાન કુલ 81 જેટલા યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે 20 જુલાઈના રોજ મોડી રાતે સાણંદ નજીક આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહેફિલ એક દંપતિની 25મી લગ્ન વર્ષગાંઠ (એનિવર્સરી)ના નામે આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. પાર્ટી દરમિયાન 11 ટેબલ પર કેક, હુક્કા તેમજ દારૂ પીરસવામાં આવી રહ્યો હતો.

81 લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ

પોલીસને આ અંગે ગુપ્ત બાતમી મળતા જ સાણંદ પોલીસની ટીમે નિર્વાણા ગ્રીન્સ વિકેન્ડ હોમ પર રેડ કરી હતી. પોલીસ પહોંચતા જ પાર્ટીમાં અફરાતફરી મચી ગઈ હતી. આ રેઈડ દરમિયાન પોલીસ દ્વારા 10થી વધુ હુક્કા તેમજ અનેક દારૂની બોટલો કબ્જે કરવામાં આવી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન પાર્ટીમાં હાજર અનેક મોટી હસ્તીઓ અને માલેતુજાર પરિવારોના યુવક-યુવતીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. અટકાયતમાં લેવાયેલા કુલ 81 લોકોમાં 38 યુવતીઓ અને 43 યુવકોનો સમાવેશ થાય છે. પકડાયેલા લોકોમાં મોટાભાગના લોકો 35થી 40 વર્ષથી વધુ વયના હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

અટકાયત કરાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ

હાલ પોલીસ દ્વારા અટકાયત કરાયેલા તમામ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળેથી મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી પણ ચાલુ છે. આ સાથે જ પોલીસ દ્વારા પાર્ટીમાં આવેલા 20થી વધુ લક્ઝરીયસ કારો પણ કબજે કરવામાં આવી છે. સાણંદ પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને કાયદેસરની આગળની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવી છે. આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ પાર્ટીઓ અંગે ચર્ચા ઊભી કરી છે.

આ મુદ્દામાલ જપ્ત કરાયો

8 શીલ બંધ દારૂની બોટલ

7 અડધી ભરેલી દારૂની બોટલ

3 ખાલી દારૂની બોટલ

10 હુક્કા

22 ફોર વ્હીલર ગાડી

70 ગ્લાસ

8 હુક્કાની ફ્લેવર્સ

33 ડબ્બા હુક્કાની ફ્લેવર્સ વાળા

74 મોબાઈલ ફોન

કુલ કિંમત. રૂ.2,91,84,250/નો મુદ્દામાલ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર