સુરતમાં માથાભારે તરીકે છાપ ધરવાતા સજ્જુ કોઠારીની અઠવાલાઈન્સ પોલીસે ફરી ધરપકડ કરી છે. પોલીસે સજ્જુ કોઠારી સાથે તેના ભાઈ યુનુસને લોડેડ પિસ્તોલ સાથે ધરપકડ કરી છે. બંને સગા ભાઈઓએ પોતાના જ ભત્રીજા પાસે રૂપિયા 30 લાખની ઉઘરાણી કરવા ગયા હતા. જ્યાં રિવોલ્વરથી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા માગ્યા હતા.
આ ઘટનાને પગલે અન્ય એક ભત્રીજાએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. જેને પગલે અઠવાલાઈન્સ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને બંને ભાઈઓની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતા ફરિયાદી ભત્રીજાની આરોપી સજ્જુ કોઠારીએ રૂપિયા 50 લાખ વ્યાજે આપ્યા હતા . જેમાં રૂપિયા 20 લાખ ફરિયાદી ભત્રીજાએ આરોપીને આપી દીધા હતા અને બાકીના રૂપિયા 20 લાખ બાકી હતા જે પૈસા લેવા માટે બંને સગા ભાઈઓ ફરિયાદીના ઘરે ગયા હતા. સમગ્ર બનાવને લઈને પોલીસે બંને આરોપીઓનું બનાવ સ્થળે રિસ્ટ્રક્શન કર્યું છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





