Home International Sahasralinga 1000 Shiva Lingas Karnataka Temple River History King Sadashiva Aetavarma Know Best Time To Visit

રહસ્યમય નદીના ગર્ભમાં છુપાયેલા 1000 શિવલિંગો : પ્રકૃતિની ગોદમાં શિવનું ઘર, પાણી ઓછું થતાં જ દેખાય છે આ દિવ્ય દૃશ્ય! દરેકની પાસે પોતાનો નંદી

રહસ્યમય નદીના ગર્ભમાં છુપાયેલા 1000 શિવલિંગો
Published by: OBS Bureau
Last Updated: Dec 16, 2025, 07:13 AM IST

ભારત કુદરતી સૌંદર્ય અને અસંખ્ય ધાર્મિક સ્થળોની ભૂમિ છે, જ્યાં દરેક ખૂણે એક નવી અને અદ્ભુત ગાથા છુપાયેલી છે. આવું જ એક અનમોલ રત્ન આજે અમે તમને બતાવવાના છે. એક એવી નદી...જેના પાણીમાં પથ્થરોના રૂપમાં જ શિવ વસે છે! કર્ણાટકના જંગલોમાં છુપાયેલું એક એવું સ્થળ, જ્યાં શાલમલા નદીના ખડકો પર હજારો શિવલિંગો કોતરેલા છે અને દરેક શિવલિંગની સામે તેનો પોતાનો નંદી તાકી રહ્યો છે! આ દૃશ્ય જોઈને મન અચંબિત થઈ જાય છે. આ કોઈ સામાન્ય મંદિર નથી, આ તો પ્રકૃતિ અને પરમાત્માનો જીવંત મિલન છે!

જંગલની ગોદમાં શિવનું અજાયબ ઘર!

ઉત્તર કન્નડના ઘનઘોર જંગલોમાં, સિરસીથી માત્ર 14 કિલોમીટર દૂર શાલમલા નદીના વહેણમાં એક એવું રહસ્ય છુપાયેલું છે કે, જેને જોઈને ભક્તોની આંખોમાં આંસુ આવી જાય છે. અહીં નદીના વિશાળ ખડકો પર લગભગ 1000 શિવલિંગો કોતરેલા છે. કોઈ મંદિરની અંદર નહીં, પરંતુ ખુલ્લા આકાશ નીચે, નદીના પાણીમાં રમતા!

દરેક શિવલિંગની સામે તેનો પોતાનો નંદી

આ સ્થળનું સૌથી મોટું ચમત્કાર એ છે કે,દરેક શિવલિંગની સામે તેનો પોતાનો નંદી કોતરેલો છે! જાણે નંદી હજારો વર્ષોથી તેના પ્રભુને તાકી રહ્યો હોય. આ બારીક કોતરણી જોઈને મનમાં પ્રશ્ન ઊભો થાય છે કે, કયા કારીગરોએ આટલી બધી ભક્તિ અને કુશળતાથી આ કાર્ય કર્યું હશે?

પ્રાચીન રાજાની ભક્તિનું અમર સ્મારક!

આ અદ્ભુત કોતરણી 17મી-18મી સદીમાં સિરસીના રાજા સદાશિવરાય વર્માના આદેશથી કરવામાં આવી હતી. કહેવાય છે કે, રાજા જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમને આ સ્થળની દિવ્યતા અનુભવાઈ અને તેમણે વંશવૃદ્ધિ માટે આ શિવલિંગો કોતરાવવાનો સંકલ્પ કર્યો. આજે પણ તેમની ભક્તિ જીવંત છે!

દર્શનની અનોખી અને રોમાંચક શરત!

આ સ્થળનું સૌથી મોટું રહસ્ય એ છે કે, તમામ 1000 શિવલિંગો એકસાથે જોવા માટે તમારે ઉનાળાની રાહ જોવી પડશે! કારણ કે માત્ર ઉનાળામાં નદીનું પાણી નીચું જાય છે અને તમામ ખડકો ઉઘાડા પડે છે. ચોમાસામાં પાણી વધી જતાં મોટા ભાગના શિવલિંગો નદીના ગર્ભમાં ડૂબી જાય છે – જાણે શિવ પોતે પાણીમાં સમાધિ લગાવી રહ્યા હોય!

મહાશિવરાત્રીએ ઉમટે છે ભક્તોની ભીડ!

મહાશિવરાત્રીએ અહીં એવો માહોલ બને છે કે, જાણે સમગ્ર વિશ્વ શિવમય થઈ જાય! હજારો ભક્તો પાણીમાં ઊભા રહીને ડૂબેલા શિવલિંગોની પૂજા કરે છે, એ દૃશ્ય જોઈને રૂંવાડા ઊભા થઈ જાય છે!

સહસ્રલિંગ

જ્યાં નદીનું પાણી પણ શિવમય બની જાય છે! આવો, એક વાર આ દિવ્ય સ્થળના દર્શન કરીને પોતાની આસ્થાને નવી ઊંચાઈ આપો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now