Home Gujarat Sabarkantha Himmatnagar Ponzi Scheme Ap Consultancy Group Scam Exposed Complaints Of Fraud Worth Lakhs Registered

પોન્ઝી સ્કિમોનો બેફામ રાફડો ફાટ્યો! : નર્સિંગ સ્ટાફ દંપતિ પણ ફસાયા, લાખોની છેતરપિંડીની 4 મહિના બાદ નોંધાઈ ફરિયાદ

પોન્ઝી સ્કિમોનો બેફામ રાફડો ફાટ્યો!
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2026, 11:05 AM IST

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પોન્ઝી સ્કિમો અને નાણાકીય છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરમાં તાજેતરમાં વધુ એક મોટું પોન્ઝી સ્કિમનું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ લોકોને ઉંચા વળતરની લાલચ આપી કરોડોની રોકાણ રકમ મેળવી છે. આરટીઓ સર્કલ નજીક આવેલી 'એપી કન્સલ્ટન્સી ગ્રુપ' નામની કંપનીના સંચાલકોએ દશથી પંદર ટકા વળતરની સ્કીમ બતાવી લોકોને રાતા પાણીએ રડાવ્યા છે. ઓફિસને તાળા મારી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેના કારણે રોકાણકારોમાં ભારે રોષ અને આક્રોશ છે.

મળતી માહિતી અનુસાર, આ કૌભાંડમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના દંપતિ પણ શિકાર બન્યા છે. ગત સપ્ટેમ્બર મહિનાથી પોલીસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ ચાર મહિના પછી આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. આ કેસમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ઈડરના રોકાણકારો આ કૌભાંડના શિકાર બન્યા છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે.

એપી કન્સલ્ટન્સી ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું

હિંમતનગરના આરટીઓ સર્કલ નજીક આવેલી 'એપી કન્સલ્ટન્સી ગ્રુપ' નામની કંપનીએ દશથી પંદર ટકા માસિક વળતરની સ્કીમ બતાવી લોકો પાસેથી મોટા પ્રમાણમાં રોકાણ મેળવ્યું હતું. રોકાણકારોને લાલચ આપવા માટે કંપનીએ આરોગ્ય વિભાગના કર્મચારીઓનો ઉપયોગ કર્યો હતો. રોકાણ મેળવ્યા બાદ સંચાલકોએ ઓફિસને તાળા મારી દીધા અને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

નર્સિંગ સ્ટાફ દંપતિ પણ શિકાર બન્યા, ચાર મહિને બાદ ફરિયાદ નોંધાઈ

હિંમતનગર સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફના દંપતિ પણ આ કૌભાંડના શિકાર બન્યા છે. ગત સપ્ટેમ્બર મહિનાથી તેઓએ સાબરકાંઠા પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ ચાર મહિના પછી આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. આરોપીઓમાં અનિલ પ્રદિપસિંહ પરમાર, તેમની પત્ની નિકીતાબેન, હિતેન્દ્રસિંહ પરમાર, રણવિરસિંહ પરમાર, સુધીરસિંહ મકવાણા અને કૃપાલસિંહ પરમારનો સમાવેશ થાય છે.

12 રોકાણકારોએ 40.45 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

પ્રથમ ફરિયાદમાં 12 રોકાણકારોએ 40.45 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ રોકાણકારો હિંમતનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને ઈડરના છે. આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા લોકોને ઉંચા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે. મહત્વનું છે કે, કૌભાંડ બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં અડધા ડઝન પોન્ઝી સ્કિમો સામે સીઆઈડી અને સ્થાનિક પોલીસમાં ફરિયાદો નોંધાઈ છે. હજુ પણ કેટલીક પોન્ઝી સ્કિમોના શટર ફરી ખુલ્લા થતા કાર્યવાહીની શક્યતા છે. પોલીસે આ કૌભાંડની તપાસ શરૂ કરી છે અને વધુ રોકાણકારોને પણ આગળ આવવા અપીલ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now