Himmatnagar GIDC Overbridge Accident: રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સા સતત વધી રહ્યા છે. એવામાં વધુ એક ધ્રુજારી છોડવાતો અક્સમાં થયો છે. જેમાં ચાલ લોકોના કરુણ મોત થયા છે. આ ભયાનક અકસ્માત સાબરકાંઠાના હિંમતનગર GIDC વિસ્તારમાં ઓવરબ્રિજ થયો છે. જેમાં એન્જિનિયર સહિત ચાર લોકોના મોત થયાં છે.
NHAI હાઈવેના ઓવરબ્રિજનું સમારકામ ચાલુ હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. સમારકામ દરમ્યાન રોડ પર ઊભેલા રોડ રોલરને પાછળથી આવી રહેલા ટ્રક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે રોડ રોલર અને ટ્રેલર બંને નીચે કચડાઈ ગયાં, જેના કારણે ત્રણ શ્રમિકો અને હાઈવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક ઈજનેરે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. ઘટના બાદ હાઈવે પર ભારે જમાવ અને ગભરાટ માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી અને ગુજરાતના મુખ્યમંત્રીએ આ માર્ગ પર મુલાકાત લેવાની હોવાથી NHAI દ્વારા રાતદિવસ સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હિંમતનગર–ચિલોડા હાઈવે પર પડેલા ખાડા-નુકસાનને દૂર કરવા ખાસ નિરીક્ષણ અને તાત્કાલિક રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
હાલ પોલીસ અને NHAI અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને સમારકામ સાઇટ પર સલામતીના માપદંડો અંગે પ્રશ્નો ફરી ઉઠી રહ્યાં છે.






