Home Gujarat Sabardairy Directors Clash Modasa Supporter Attack News

સાબરડેરી વિવાદ વધુ વકર્યો : ડિરેક્ટરો વચ્ચેની બબાલ બાદ ટેકેદાર પર લોહીયાળ હુમલો

સાબરડેરી વિવાદ વધુ વકર્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 09:44 AM IST

સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે શરૂ થયેલો વિવાદ હવે વધુ ઉગ્ર બન્યો છે. મોડાસા તાલુકા સંઘ નજીક ડિરેક્ટરના એક ટેકેદાર પર લોહીયાળ હુમલો થતાં પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ છે.

પ્રાથમિક માહિતી મુજબ, ડિરેક્ટરો વચ્ચે થયેલી બબાલની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા છે. ઈજાગ્રસ્ત ટેકેદારને તાત્કાલિક સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાને લઈને સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે ગુરુવારે સાબરડેરીમાં ડિરેક્ટરો વચ્ચે મારામારીની ઘટના બની હતી, જેમાં એક ડિરેક્ટરને ખુરશીમાંથી નીચે પાડી હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ રણાસણ નજીક રસ્તામાં પણ ટેકેદારો દ્વારા ડિરેક્ટરોને રોકી હુમલો કરાયો હોવાની વિગતો સામે આવી હતી. હવે ચોવીસ કલાકમાં ત્રણથી ચાર અલગ અલગ ઘટનાઓ સર્જાતા સમગ્ર વિવાદ વધુ ગંભીર બન્યો છે.

ડિરેક્ટરો વચ્ચેનો મતભેદ હવે સંગઠનના કામકાજ અને સ્થાનિક રાજકારણ પર પણ અસર પાડતો જોવા મળી રહ્યો છે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ તેજ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now