Home Gujarat Sabar Dairy Ordinary Meeting Held Amid Tight Security

સાબર ડેરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા યોજાઈ : ભાવ ફેરની રકમ આ તારીખે ચુકવાશે, 1048 મંડળીઓના ચેરમેન રહ્યાં હાજર

સાબર ડેરીમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સાધારણ સભા યોજાઈ
Published by: OBS Bureau
Last Updated: Aug 11, 2025, 09:54 AM IST

સાબરકાંઠામાં સાબર ડેરીની આજે 61મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ મંડળીઓના ચેરમેન હાજર રહ્યાં હતાં. અગાઉ સરેરાશ ભાવ ફેરફાર જાહેર કરાય બાદ પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું, ભાવ વધારા મુદ્દે માહોલ ગરમાતા બે વાર ભાવ ફેરની રકમ જાહેર કરવામાં આવી હતી. જો કે, આ વખતે સાધારણ સભામાં ગેટ પર ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવ્યું હતું.


1048 મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સામાન્ય સભામાં હાજર

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 1048 મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી સામાન્ય સભામાં હાજર રહ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, સાબર ડેરીના સત્તાધીશો અને પશુ પાલકો વચ્ચે ચાલી રહેલા વિવાદ બાદ હવે ફરી એકવાર સાધારણ સભા મળી છે, ત્યારે ફરી અનેક તર્ક વિતર્ક શરૂ થયા.

13 ઓગષ્ટે ચુકવાશે ભાવ ફેરની રકમ

સાબર ડેરીએ દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 995 રૂપિયા જાહેર કર્યો હતો. જે તફાવતના ₹35 પશુપાલકોને આગામી 13 ઓગષ્ટે ચુકવાશે. આગામી વર્ષથી 30 જૂન પહેલા ભાવફેરની રકમ ચૂકવવા ઠરાવ કરાયો છે.


ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડેરીની સાધારણ સભા

ભાવ ફેર સિવાય અન્ય મુદ્દાઓ પર પણ આજની સાધારણ સભા દરમિયાન ચર્ચા કરાઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સાબરડેરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો


અગાઉ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું

સાબરડેરી દ્વારા ચૂકવવામાં આવતા ભાવફેર બાબતે અગાઉ પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. વાર્ષિક સરેરાશ ભાવ ઓછો હોવાને લઈને પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ સાબરડેરીએ વાર્ષિક સરેરાશ ભાવમાં વધારો કર્યો હતો. સાબરડેરીએ અગાઉ વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા જાહેર કર્યો હતો અને ત્યારબાદ વિરોધ થયો હતો, વિરોધ બાદ સાબર ડેરીના સત્તાધીશો દ્વારા પ્રતિ કિલો ફેટનો વાર્ષિક સરેરાશ ભાવ 995 રૂપિયા જાહેર કર્યો હતો. કિલો ફેટે વાર્ષિક સરેરાશ ભાવ 960 પ્રમાણે પશુપાલકોને રકમ ચૂકવી દેવામાં આવી હતી. સાબરડેરીએ ફરી જાહેર કરેલા કિલો ફેટના 995 રૂપિયા પ્રમાણે ચૂકવવાનો બાકી નીકળતો 35 રૂપિયા કિલો ફેટનો ભાવ સાધારણ સભા પછી ચૂકવવાનું નિર્ણય કરાયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now