Home International Russia Will Distribute New Cancer Vaccine For Free Launched 2025 Treatment

હવે મફતમાં થશે કેન્સરની સારવાર! : વેક્સિન અંગે રશિયાએ આપ્યા સારા સમાચાર...

હવે મફતમાં થશે કેન્સરની સારવાર!
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2024, 06:57 AM IST

કેન્સરના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રશિયાએ કેન્સરને મ્હાત આપવા માટે નવી વેક્સિન શોધી કાઢી છે. આ રસી લોકોને મફતમાં આપવામાં આવશે.

કેન્સર જેવા ગંભીર રોગને હરાવવું ખુબ જ મુશ્કેલ કામ છે, તો બીજી તરફ કેન્સરની સારવાર ખૂબ ખર્ચાળ પણ છે. સમગ્ર વિશ્વમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. જેમાંથી 50 ટકા કેસમાં દર્દીઓ મૃત્યુ પામતા હોય છે, ખાસ કરીને સ્ટેજ 3ના કેન્સર સામે લડવું લગભગ અશક્ય બની જાય છે. આવી સ્થિતિમાં કેન્સરથી પીડિત લોકો માટે રશિયા એક નવી આશાની કિરણ લઈને આવ્યું છે.

રશિયાની મોટી જાહેરાત
રશિયાના આરોગ્ય વિભાગે કેન્સરની નવી રસી બનાવવાની જાહેરાત કરી છે. આ વેક્સિન 2025 સુધીમાં તૈયાર થઈ જશે. ખાસ વાત એ છે કે રશિયા આ નવી કેન્સરની રસી લોકોને મફતમાં આપવાની યોજના બનાવી છે. આ રસી કેન્સરની સારવારમાં ઘણી અસરકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં દુનિયાની નજર હવે આ રસી પર છે.

રસી ક્યારે લોન્ચ થશે?
આ મામલે રશિયાના આરોગ્ય વિભાગના જનરલ ડાયરેક્ટર એન્ડ્રે કેપ્રિનના જણાવ્યા અનુસાર રશિયાએ કેન્સર સામે લડવા માટે પોતાની mRNA રસી વિકસાવી છે. આ વેક્સિન લોકોને વિનામૂલ્યે આપવામાં આવશે. મળતી માહિતી મુજબ આ રસી 2025ની શરૂઆતમાં લોન્ચ થઈ શકે છે. હાલમાં રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. જે સફળ થયા બાદ રશિયા આ રસીનું વિશ્વભરમાં વિતરણ કરી શકે છે.

વેક્સિન અંગે રાષ્ટ્રપતિ પુતિનનું નિવેદન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ આ રસીનો ઉલ્લેખ કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં એક ટીવી શો દરમિયાન તેમણે કહ્યું હતું કે, અમે કેન્સરની રસી બનાવવાની ખૂબ નજીક છીએ. જો કે, રશિયન વેક્સિન કયા પ્રકારના કેન્સરની સારવાર કરશે તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી.

કેન્સરની રસી અંગે અન્ય દેશોના પ્રયાસ
રશિયા ઉપરાંત અન્ય દેશો પણ કેન્સરની રસી બનાવવામાં વ્યસ્ત છે. આ યાદીમાં બ્રિટન અને જર્મનીના નામ પણ સામેલ છે. જો કે, બ્રિટિશ સરકારે જર્મની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે સંયુક્ત રીતે કેન્સરની રસી બનાવવા સંબંધિત છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now