રશિયાએ રવિવારે યુક્રેન પર સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. રશિયાએ અનેક ડ્રોન અને મિસાઇલોની મદદથી યુક્રેનને નિશાન બનાવ્યું છે. આ હુમલાઓમાં રશિયાએ દેશના ઘણા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. યુક્રેને પણ આ હુમલાઓની પુષ્ટિ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેને રશિયાની મિસાઇલો પણ તોડી પાડી છે.
યુક્રેને આપ્યું મોટું નિવેદન
એક ન્યૂઝ એજન્સીએ યુક્રેનિયન વાયુસેનાને ટાંકીને જણાવ્યું કે, રશિયા દ્વારા કુલ 537 હવાઈ હથિયારો છોડવામાં આવ્યા હતા. જેમાં 477 ડ્રોન અને નકલી હથિયારો અને 60 મિસાઇલોનો સમાવેશ થાય છે. યુક્રેનનો દાવો છે કે તેણે 249ને તોડી પાડ્યા છે. 226 મિસાઇલો લક્ષ્યથી ભટકી ગઈ હતી. યુક્રેનિયન વાયુસેનાના કોમ્યુનિકેશન હેડ યુરી ઇહનાતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2022માં રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યા પછી આ હુમલો દેશ પરનો 'સૌથી મોટો હવાઈ હુમલો' ગણાવ્યો હતો. જેમાં ડ્રોન અને અનેક પ્રકારની મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ''હુમલામાં રશિયાએ પશ્ચિમ યુક્રેન સહિત ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જે ફ્રન્ટ લાઇનથી ઘણા દૂર હતા.
F-16 ફાઇટર જેટ ક્રેશ થયું
યુક્રેને કહ્યું કે, રશિયાના હુમલામાં એક F-16 ફાઇટર જેટ પણ ક્રેશ થયું, જે તેના પશ્ચિમી ભાગીદારો પાસેથી મળ્યું હતું. આ જેટ તેના લક્ષ્યોને નિશાન બનાવી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું

_4c9199e4-e001-44d0-b6c8-96491127e76d.jpg)




