Royal Enfield Flying Flea C6 : દુનિયાભરમાં પોતાની દમદાર બાઇક્સ માટે જાણીતી કંપની રોયલ એનફિલ્ડે આખરે ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીએ તેની લાંબા સમયથી રાહ જોવાતી પહેલી ઇલેક્ટ્રિક મોટરસાઇકલ 'Flying Flea C6' ભારતીય બજારમાં લોન્ચ કરી દીધી છે. આ બાઇક માત્ર સ્ટાઇલિશ જ નથી, પરંતુ આધુનિક ટેકનોલોજીથી પણ સજ્જ છે.
Royal Enfield Flying Flea C6 ની કિંમત અને સસ્તો ઓપ્શન
રોયલ એનફિલ્ડ Flying Flea C6 ની શરૂઆતી કિંમત 2.79 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. જોકે, ગ્રાહકો માટે એક ખાસ 'બેટરી-એઝ-એ-સર્વિસ' (BaaS) ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. જો તમે આ સર્વિસ પસંદ કરો છો, તો બાઇકની કિંમત ઘટીને માત્ર 1.99 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) થઈ જશે. કંપનીનો આ નિર્ણય ઇલેક્ટ્રિક બાઇક ખરીદનારાઓ માટે ઘણો ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Royal Enfield Flying Flea C6 નું પાવરફુલ એન્જિન અને રેન્જ
આ ઇલેક્ટ્રિક બાઇકમાં 15.4kW ની પાવરફુલ ઇલેક્ટ્રિક મોટર અને 3.91kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે. સ્પીડની વાત કરીએ તો, આ બાઇક માત્ર 3.7 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે અને આ બાઇકની ટોપ સ્પીડ 115 કિમી પ્રતિ કલાક છે. એકવાર ફૂલ ચાર્જ કરવા પર આ બાઇક 154 કિમી સુધીની રેન્જ આપે છે. વધુમાં, તેનું ચાર્જર માત્ર 65 મિનિટમાં બેટરીને 20% થી 80% સુધી ચાર્જ કરી શકે છે.
આ પણ ખાસ વાંચો : પ્રીમિયમ લુક અને દમદાર પાવર સાથે Bajaj Pulsar 180 નું થયું કમબેક! : અપડેટેડ વર્ઝન સાથે માર્કેટમાં ધૂમ મચાવશે નવી પલ્સર
Royal Enfield Flying Flea C6 ના હાઇ-ટેક ફીચર્સ
શહેરી રાઇડર્સને ધ્યાનમાં રાખીને રોયલ એનફિલ્ડે આમાં ઘણા એડવાન્સ ફીચર્સ આપ્યા છે. તેમાં ઓલ-LED લાઇટિંગ, ગૂગલ નેવિગેશન, વાયરલેસ ફોન ચાર્જિંગ અને કોર્નરિંગ ABS જેવા પ્રીમિયમ ફીચર્સ સામેલ છે. આ ઉપરાંત, તેમાં 'સ્પોર્ટ' અને 'ઇન્ડિવિજ્યુઅલ' જેવા રાઇડિંગ મોડ્સ પણ છે, જેનાથી રાઇડર પોતાની જરૂરિયાત મુજબ બાઇકના પરફોર્મન્સને કસ્ટમાઇઝ કરી શકે છે.
Royal Enfield Flying Flea C6 ની યુનિક ડિઝાઇન અને ઓછું વજન
Flying Flea C6 ની ડિઝાઇન જૂની ક્લાસિક ફ્લાઇંગ ફ્લીથી ઇન્સપાયર છે. આ બાઇકમાં એલ્યુમિનિયમ કેસીંગ વાળું બેટરી પેક અને ગર્ડર-પ્રકારનું ફ્રન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જે તેને એક અલગ લુક આપે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ બાઇકનું વજન માત્ર 124 કિલો છે, જે તેને રોયલ એનફિલ્ડની અત્યાર સુધીની સૌથી હલકી બાઇક બનાવે છે.





