Bajaj Pulsar 180 : 9 એપ્રિલ, 2026 નો આ દિવસ ભારતીય ટુ-વ્હીલર જગત અને ખાસ કરીને Pulsar ના દિવાનાઓ માટે સુવર્ણ અક્ષરે લખાઈ જશે. જે મોટરસાઇકલે વર્ષો સુધી ભારતીય રસ્તાઓ પર પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો, તે આઇકોનિક Bajaj Pulsar 180 ફરી એકવાર મોડર્ન અને પ્રીમિયમ ફીચર્સ અને નવા લુક સાથે મેદાનમાં ઉતરી છે. લાંબા વિરામ બાદ બજાજ ઓટોએ આ લિજેન્ડરી બાઇકને 1.22 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) ની અત્યંત આક્રમક કિંમતે લોન્ચ કરીને સ્પોર્ટ્સ કમ્યુટર સેગમેન્ટમાં ફરી પોતાની પકડ મજબૂત કરવાનો સ્પષ્ટ સંકેત આપી દીધો છે.
એક વિરાસતનું થયું કમબેક : 'Definitely Male' નો એ જ જૂનો અંદાજ
બજાજ પલ્સર 180 નો ઇતિહાસ માત્ર આંકડાઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે ભારતીય યુવાનોની લાગણીઓ સાથે જોડાયેલો છે. 2001 માં જ્યારે આ બાઇક પ્રથમવાર 'Definitely Male'ની ટેગલાઇન સાથે લોન્ચ થઈ, ત્યારે તેને પરફોર્મન્સ મોટરસાઇકલિંગની વ્યાખ્યા જ બદલી નાખી હતી. વિશ્લેષણ કરીએ તો, તે સમયે ગ્રાહકો પાસે માત્ર સાદી માઇલેજ આપતી બાઇક્સના ઓપ્શન વિકલ્પો હતા, ત્યારે પલ્સર 180 એ મસ્ક્યુલર લુક અને સ્પીડનો જે રોમાંચ પૂરો પાડ્યો, તેના કારણે પલ્સર 180 ને રાતોરાત સ્ટેટસ સિમ્બોલ બનાવવામાં આવી હતી. જોકે, બદલાતા નિયમો અને માર્કેટની સ્ટ્રેટેજીના કારણે કંપનીએ વચ્ચે આ મોડલનું પ્રોડક્શન બંધ કર્યું હતું, પરંતુ પલ્સરના ગ્રાહકોના દિલમાં 180cc ના એન્જિનની જે ઉણપ હતી, તે ક્યારેય ભરાઈ ન હતી. આજે એ જ ભારે માંગને ધ્યાનમાં રાખીને બજાજે આ લિજેન્ડને નવો ફરીથી લોન્ચ કરી છે.
બજાજ પલ્સર 180 નું પાવરફુલ એન્જિન અને માઇલેજ
નવી પલ્સર 180 ના હૃદય સમાન તેનું એન્જિન પહેલા કરતાં ઘણું વધુ રિફાઇન્ડ અને પાવરફુલ છે. આમાં 178.61cc નું એર-ઓઇલ કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 8500rpm પર 16.77bhp નો પાવર અને 15Nm નો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભલે તે સિટી ટ્રાફિક હોય કે ખુલ્લો હાઇવે, આ બાઇક દરેક પરિસ્થિતિમાં વાઇબ્રેશન-ફ્રી રાઇડિંગનો એક્સપિરિયન્સ કરાવશે. પરંતુ વાત અહીં પૂરી થતી નથી. વર્ષ 2026 ના કડક નિયમોને ધ્યાનમાં રાખીને કંપનીએ આ એન્જિનને E20 ફ્યુઅલ (80% પેટ્રોલ અને 20% ઇથેનોલ) સુસંગત બનાવ્યું છે. આ બાઇકની ખાસિયત તેની માઇલેજ છે. આ બાઇક આશરે 40 થી 45 કિલોમીટર સુધીની માઇલેજ આપવા સક્ષમ છે.
આ પણ ખાસ વાંચો : 1 લાખથી ઓછી કિંમતની આ 4 બાઇક છે બેસ્ટ! : સ્ટાઇલિશ લુક અને ઓછા મેન્ટેનન્સ સાથે, જાણો ફીચર્સ
બજાજ પલ્સર 180 ની ડિઝાઇન અને ફીચર્સ
બજાજે તેની પ્રખ્યાત 'Wolf Eye' હેડલેમ્પ ડિઝાઇનને સંપૂર્ણપણે અપગ્રેડ કરી છે. હવે તેમાં નવા દમદાર LED પ્રોજેક્ટર હેડલેમ્પ અને શાર્પ DRLs આપવામાં આવ્યા છે, જે રાતના સમયે વિઝિબિલિટીની સાથે બાઇકને એક પ્રીમિયમ લુક પણ આપે છે. આજના ડિજિટલ યુગમાં માત્ર લુક્સથી કામ ચાલતું નથી. યુવાનોને કનેક્ટિવિટી ફીચર્સની જરૂર હોય છે. આ જરૂરિયાતને સમજીને બજાજ એ આ બાઇકમાં ફુલ ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે. આ ક્લસ્ટર બ્લુટૂથ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકે છે. હવે રાઇડર હેન્ડલબાર પરથી નજર હટાવ્યા વગર જ કોલ, મેસેજ અને બેટરી સ્ટેટસ જેવી વિગતો ચેક કરી શકશે.
બજાજ પલ્સર 180 ના સેફટી ફીચર્સ
ભારતીય રસ્તાઓની સ્થિતિને જોતા બજાજે સસ્પેન્શન અને બ્રેકિંગમાં કોઈ બાંધછોડ કરી નથી. આગળ ટેલિસ્કોપિક ફોર્ક અને પાછળ નાઇટ્રોક્સ શોક એબ્સોર્બર્સ છે, જે ખરાબ રસ્તાઓ પર પણ કરોડરજ્જુને આરામ આપશે. સેફટી માટે સિંગલ-ચેનલ ABS સાથે બંને ટાયરમાં ડિસ્ક બ્રેક સ્ટાન્ડર્ડ તરીકે આપવામાં આવી છે. આ પ્રીમિયમ ફીચર્સ જોતાં મનમાં એક પ્રશ્ન ઊભો થઈ શકે છે કે, શું આ નવી પલ્સર 180 માર્કેટમાં પહેલેથી જ સ્થિર થયેલી TVS Apache RTR 180 અને Honda Hornet 2.0 જેવી બાઇક્સને ટક્કર આપી શકશે? જોકે, 1.22 લાખની વ્યૂહાત્મક કિંમત અને પલ્સરની જે બ્રાન્ડ વેલ્યુ છે, તે જોતા બજાજ ફરી એકવાર માર્કેટ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. એપ્રિલ 2026 નું આ કમબેક એ સાબિત કરે છે કે, બજાજ તેના જૂના આધારો અને મોડર્ન ફીચર્સ વચ્ચે કોમ્બિનેશન જાળવવામાં માહિર છે.





