Best Bikes Under 1 Lakh Rupees : ભારતમાં મધ્યમ વર્ગના પરિવારો માટે બાઇકએ માત્ર મુસાફરીનું સાધન નથી, પણ એક મહત્વનું રોકાણ છે. જ્યારે આપણે નવી બાઇક ખરીદવાનું વિચારીએ છીએ, ત્યારે મનમાં બે વાત મુખ્ય હોય છે: એક તો બજેટ 1 લાખથી ઓછું હોય અને બીજું કે તેની માઇલેજ સારી હોય, જેથી પેટ્રોલ પાછળ વારંવાર ખર્ચ ન કરવો પડે. જાણો એવી 4 શાનદાર બાઇક્સ વિશે જે ઓછી કિંમતમાં હાઇ-ટેક ફીચર્સ અને દમદાર માઇલેજ આપે છે.
Hero Glamour X
જો તમે ઓફિસ જવા માટે કોઈ સ્ટાઇલિશ અને વિશ્વસનીય બાઇક શોધી રહ્યા છો, તો Hero Glamour X એક ઉત્તમ ઓપ્શન છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત અંદાજે ₹86,310 થી શરૂ થાય છે. તેમાં 125cc નું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 65 કિમી પ્રતિ લિટરની શાનદાર માઇલેજ આપે છે. આ બાઇક 105 કિમીની ટોપ સ્પીડ પકડી શકે છે, જે તેને સિટી રાઇડિંગ માટે પરફેક્ટ બનાવે છે.
Bajaj Pulsar N125
યુવાનોમાં Bajaj Pulsar નો ક્રેઝ હંમેશા જોવા મળે છે. Bajaj Pulsar N125 ₹93,928 થી ₹95,085 ની કિંમતમાં ઉપલબ્ધ છે. તેની સ્પોર્ટી ડિઝાઇન અને 125cc એન્જિન તેને કોલેજ જનારા યુવાનો અને નવા રાઇડર્સમાં લોકપ્રિય બનાવે છે. 60 કિમી પ્રતિ લિટરના માઇલેજ સાથે, આ બાઇક પરફોર્મન્સ અને માઇલેજનું પરફેક્ટ કોમ્બિનેશન આપે છે.
TVS Raider
ટેકનોલોજીના શોખીનો માટે TVS Raider એક આકર્ષક પસંદગી છે. ₹84,387 ની શરૂઆતની કિંમત ધરાવતી આ બાઇક તેના સેગમેન્ટમાં સૌથી વધુ 'ટેક-સેવી' માનવામાં આવે છે. તેમાં ડિજિટલ ક્લસ્ટર અને શાર્પ ડિઝાઇન છે. તે 56.7 કિમી પ્રતિ લિટરની માઇલેજ અને 99 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે. ઓછા બજેટમાં પ્રીમિયમ ફીચર્સ મેળવવા માટે આ એક શાનદાર બાઇક છે.
આ પણ ખાસ વાંચો : ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે આવતા આ 5 બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર! : એડવાન્સ ફીચર્સ અને સ્માર્ટ ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન
Bajaj CT 110X
જો તમારું કામ ઉબડખાબડ રસ્તાઓ પર મુસાફરી કરવાનું કે, ભારે સામાન વહન કરવાનું છે, તો Bajaj CT 110X થી વધુ સારું કોઈ ઓપ્શન નથી. માત્ર ₹68,032 ની કિંમતે મળતી આ બાઇક તેની ટકાઉપણું અને ઓછા મેન્ટેનન્સ માટે જાણીતી છે. મધ્યમ વર્ગના લોકો માટે આ સૌથી સસ્તો અને મજબૂત ઓપ્શન સાબિત થાય છે.





