Bikes Under 2 Lakhs : આજના સમયમાં દરેક યુવાનનું સપનું હોય છે કે, તેમની પાસે એક એવી બાઇક હોય જે લુકમાં સ્ટાઇલિશ હોય અને પરફોર્મન્સમાં પાવરફૂલ. જો તમારું બજેટ ₹2 લાખ સુધીનું છે, તો તમારે હવે ફીચર્સ કે લુક સાથે કોઈ છૂટછાટ કરવાની જરૂર નથી. ભારતીય ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં Royal Enfield થી લઈને Yamaha જેવી કંપનીઓ શાનદાર મોડલ્સ ઉપલબ્ધ છે. જાણો એવી ટોપ 5 બાઇક્સ વિશે જે ₹2 લાખના બજેટમાં ફિટ બેસશે.
1. Yamaha R15 V4 : સ્પોર્ટ્સ લવર્સની પહેલી પસંદ
જો તમને સ્પીડ અને રેસિંગ ટ્રેક જેવો એક્સપિરિયન્સ ગમે છે, તો Yamaha R15 V4 તમારા માટે બેસ્ટ છે. આ બાઇકમાં 155cc નું હાઇ-ટેક એન્જિન છે. આ બાઇકમાં ટ્રેક્શન કંટ્રોલ અને ક્વિકશિફ્ટર જેવા મોડર્ન ફીચર્સ સાથે આવે જે આ બાઇકને પ્રીમિયમ બનાવે છે. આ બાઇકની કિંમત લગભગ ₹1.67 લાખથી શરૂ થાય છે.
2. Bajaj Pulsar N160 : સ્ટાઇલ અને માઇલેજનું કોમ્બિનેશન
બજાજ પલ્સર વર્ષોથી ભારતીયોના દિલ પર રાજ કરે છે. N160 મોડલ તેના શાર્પ લુક અને સ્મૂધ રાઇડિંગ માટે જાણીતું છે. આ બાઇક માત્ર રસ્તા પર આકર્ષક લાગતી નથી, પણ તે માઇલેજની બાબતમાં પણ ઘણી સારી છે. રોજિંદા વપરાશ માટે આ બાઇક એક સારો ઓપ્શન છે. Bajaj Pulsar N160 ની એક્સ-શોરૂમ કિંમત ₹1.15 લાખથી શરૂ થાય છે.
3. Royal Enfield Hunter 350 : રેટ્રો લુકનો ક્રેઝ
જેમને ક્લાસિક અને રેટ્રો ડિઝાઇન ગમે છે, તેમના માટે હન્ટર 350 પરફેક્ટ છે. 349cc ના પાવરફુલ એન્જિન સાથે આવતી આ બાઇક રોયલ એનફિલ્ડની સૌથી હળવી બાઇક છે, જેના કારણે તેને શહેરમાં ચલાવવી સરળ રહે છે. Royal Enfield Hunter 350 ની શરૂઆતી કિંમત માત્ર ₹1.37 લાખ (એક્સ-શોરૂમ) છે.
4. Yamaha MT-15 V2 : નેકેડ સ્ટ્રીટ ફાઇટર
હળવું વજન અને આક્રમક લુક ધરાવતી Yamaha MT-15 V2 યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. તેમાં પણ 155cc નું એન્જિન છે, જે સિટી રાઇડિંગ માટે જબરદસ્ત પાવર આપે છે. જો તમે ટ્રાફિકમાં પણ સરળતાથી બાઇક ચલાવવા માંગો છો, તો આ બાઇક તમારા માટે બેસ્ટ છે. Yamaha MT-15 V2 ની કિંમત ₹1.58 લાખથી શરૂ થાય છે.
5. TVS Ronin : ફ્યુચરિસ્ટિક ફીચર્સ અને નવી ડિઝાઇન
TVS Ronin એક એવી બાઇક છે જેની ડિઝાઇન બીજી બધી બાઇક કરતાં ઘણી અલગ છે. 225cc ના એન્જિન સાથે તેમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને નેવિગેશન જેવા સ્માર્ટ ફીચર્સ મળે છે. આ બાઇક તે લોકો માટે છે જેમને કંઈક નવું અને અલગ ટ્રાય કરવું છે. TVS Ronin ની કિંમત ₹1.26 લાખથી શરૂ થાય છે.
ખાસ નોંધ :
2 લાખ રૂપિયાથી ઓછી કિંમતની બાઇક પસંદ કરતી વખતે, ફક્ત ડિઝાઇન જ નહીં, પરંતુ એન્જિન, માઇલેજ, સર્વિસ નેટવર્ક અને તમારી જરૂરિયાતોનો પણ વિચાર કરો. જો તમે ક્લાસિક લુક શોધી રહ્યા છો, તો રોયલ એનફિલ્ડ હન્ટર 350 એક ઓપ્શન છે. સ્પોર્ટી ડિઝાઇન માટે, Yamaha R15 V4 અને MT-15 V2 વધુ સારા ઓપ્શન છે. રોજિંદા ઉપયોગ માટે, Bajaj Pulsar N160 અને TVS Ronin જેવી બાઇક વધુ સારી છે. આ બધી કિંમતો અમદાવાદના માર્કેટની એક્સ-શોરૂમ કિંમતોને આધીન છે, અલગ અલગ શહેર અને રાજ્યમાં આ કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.




















