Royal Enfield Hunter 350 : રોયલ એનફિલ્ડની સૌથી લોકપ્રિય અને યુવા જનરેશનની મનપસંદ બાઇક 'હન્ટર 350' હવે નવા 'ફલેવર' માં માર્કેટમાં આવી ગઈ છે. કંપનીએ તેના 2026 અપડેટમાં ગ્રાહકોની સુવિધા અને બજેટને ધ્યાનમાં રાખીને એક નવું 'બેઝ પ્રીમિયમ' (Base Premium) વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ અપડેટ સાથે બાઇક હવે પહેલા કરતાં વધુ વેલ્યુ-ફોર-મની અને સ્ટાઇલિશ બની ગઈ છે.
નવું વેરિઅન્ટ : બેઝ પ્રીમિયમ
કંપનીએ બેઝ મોડલ અને ટોપ મોડલની વચ્ચે 'બેઝ પ્રીમિયમ' વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત અંદાજે 1.50 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જે ગ્રાહકો ઓછા બજેટમાં મોડર્ન ફીચર્સ ઈચ્છે છે, તેમના માટે આ બાઇક બેસ્ટ ઓપ્શન છે.
મુખ્ય ફિચર્સ અને અપડેટ્સ
આ નવા વેરિઅન્ટમાં જૂના સ્પોક રિમ્સને બદલે હવે એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે, જે ટ્યુબલેસ ટાયરની સાથે આવે છે. આ ઉપરાંત, રાઉન્ડ હેલોજન હેડલેમ્પ અને નવા રોટરી સ્વીચગિયર સાથેનું ડિજી-એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તેને રેટ્રો લુક આપે છે. કમ્ફર્ટ માટે ખાસ સ્ટીચ કરેલી સીટ અને પાછળ બેસનાર માટે સ્પોર્ટી ગ્રેબ રેલ પણ ઉમેરવામાં આવ્યા છે.
એન્જિન અને સેફ્ટી
પરફોર્મન્સની વાત કરીએ તો, તેમાં સ્લિપ અને આસિસ્ટ ક્લચ આપવામાં આવ્યું છે, જે ગિયર શિફ્ટિંગને ખૂબ જ સરળ બનાવે છે. સેફટી માટે આ વેરિઅન્ટમાં સિંગલ-ચેનલ ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ) ઉપલબ્ધ છે, જે સિટી ડ્રાઇવિંગમાં પકડ મજબૂત રાખે છે.
નવા આકર્ષક કલર ઓપ્શન
હન્ટર 350 ના ટોપ વેરિઅન્ટમાં બે નવા સ્પેશિયલ કલર્સ ઉમેરવામાં આવ્યા છે:
Mumbai Yellow : આ કલર મુંબઈની ઉર્જા અને બોલીવુડ ગ્લેમરથી પ્રેરિત છે, જે યુવાનોને ખૂબ આકર્ષશે.
Moonshot White : આ ડિઝાઇન અવકાશી તત્વો અને ગ્રાફિક્સથી પ્રેરિત છે, જે બાઇકને પ્રીમિયમ અને અલગ લુક આપે છે.





