Home Gujarat Robbery Attempt At Rudraksh Jewellers On Mundra Baroi Road

મુન્દ્રા બારોઈ રોડ પર રૂદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ : ત્રણ રાઉન્ડ ફાયરિંગ!, એક આરોપી ઝડપાયો, અફરાતફરી મચી

મુન્દ્રા બારોઈ રોડ પર રૂદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2026, 12:04 PM IST

કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના બારોઈ રોડ પર આવેલી રૂદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સોનાની આ દુકાનમાં લૂંટ કરવાના ઇરાદે ચાર અજાણ્યા શખ્સોએ પૂર્વ આયોજન મુજબ પ્રવેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની વિગતો અનુસાર, આરોપીઓએ દુકાનમાં ઘૂસીને લૂંટની તૈયારી શરૂ કરી હતી, પરંતુ દુકાનદારે હિંમત દાખવી એક આરોપીને પકડી પાડ્યો હતો.

ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી

પોતાનો સાથી ઝડપાઈ જતા અન્ય ત્રણ આરોપીઓએ દુકાનમાં ભય ફેલાવવાના ઉદ્દેશથી ત્રણ રાઉન્ડ ગોળીબાર કર્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ગોળીબારના અવાજથી આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની થવાની માહિતી નથી.

નેટવર્ક અને આરોપીઓની ઓળખ માટે તપાસ તેજ કરવામાં આવી

ઘટનાની જાણ થતાં જ મુન્દ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દુકાનદાર દ્વારા પકડી લેવાયેલા આરોપીને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. જ્યારે ગોળીબાર કરીને ફરાર થયેલા અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ માટે પોલીસ દ્વારા વિશેષ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે તેમજ લૂંટના પ્રયાસ પાછળના સંભવિત નેટવર્ક અને આરોપીઓની ઓળખ માટે તપાસ તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
રાજકોટ મારવાડી શેરબજારની હેડ ઓફિસ ભડકે બળી
વડોદરાના ડોક્ટરની કાળી કરતૂત
ગુજરાતમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
IPL 2026; 4 એપ્રિલે અમદાવાદમાં જામશે હાઇ-વોલ્ટેજ મેચ!
અમદાવાદ એરપોર્ટ 29 માર્ચથી એર ઈન્ડિયાની ફ્લાઇટ્સનું ટર્મિનલ બદલાયું!