Home Gujarat Rickshaw Driver Falls Prey To The Temptation Of Buying Gold At A Cheap Price

સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં ફસાયો રિક્ષાચાલક : લાગ્યો એક લાખનો ચુનો

સસ્તા ભાવે સોનું ખરીદવાની લાલચમાં ફસાયો રિક્ષાચાલક
Published by: OBS Bureau
Last Updated: Apr 19, 2025, 04:53 PM IST

અમદાવાદના ઇસનપુરમાં અનાથ આશ્રમમાંથી આવીએ છીએ તેમ કહીને યુવક અને તેના સાથીદારે એક પરિવાર સાથે ઠગાઈ આચરી છે. જમીનમાંથી સોનું મળ્યું છે તેમ કહીને ગઠિયા અને તેના સાગરીતે રિક્ષા ચાલક પાસેથી રૂ.1 લાખ લઈને બનાવટી સોનાની મગમાળા પધરાવી દીધી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે રીક્ષા ચાલકે બે લોકો વિરુદ્ધ ઇસનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મારે, શહેરના ઘોડાસર તળાવ પાસે રહેતા અને રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રાહુલ પટેલ (47) આ ગુજરાતી કહેવતને સાચી સાબિત કરી બતાવી છે. રાહુલ ભાઈની સોસાયટીમાં અનાથ આશ્રમમાં થી આવું છું કહીને દાન માંગવા આવનારા શખ્સે જમીનમાં થી સોનું મળ્યું છે. હું અનાથ આશ્રમમાં રહું છું અને ત્યાના લોકોને આ વાતની ખબર પડશે તો સોનું લઇ લેશે એમ કહીને રૂપિયા ત્રણ લાખમાં આ સોનું વેચવાનું છે. અને અમે ત્રણ પાર્ટનર છીએ તેમ કહીને રાહુલ ભાઈ અને તેના પરિવારને વાતોમાં ભેરવી દીધા હતા. રાહુલ ભાઈ પાસે રૂપિયાની સગવડ નહી હોવાથી ગઠીયાએ છેલ્લે 1 લાખ રૂપિયામાં સોદો નક્કી કર્યો હતો.

રાહુલભાઈએ તેની પત્નીના દાગીના ગીરવે મુકીને ધિરાણ પર 1 લાખ રૂપિયા લાવ્યા હતા. બાદમાં બીજા દિવસે અનાથ આશ્રમમાં થી આવેલા વ્યક્તિને ફોન કરીને સોનું આપવાનું જણાવ્યું ત્યારે ગઠીયાએ અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર પાસે રાહુલભાઈને બોલાવ્યા. ગત માર્ચ મહિનામાં રાહુલ ભાઈ અને તેમની પત્ની રીક્ષામાં બેસીને અમરાઈવાડી પહોંચ્યા ત્યાં આગળ અનાથ આશ્રામના નામે ઠગાઈ કરતો રાજુ અને તેનો સાથીદાર કરણ બંને આવ્યા અને પીળી ધાતુની મગમાળા રાહુલ ભાઈને આપીને તેમની પાસેથી રોકડા 1 લાખ લઈને રફ્ફુચક્કર થઇ ગયા હતા. ત્યારબાદ રાહુલ ભાઈએ મગમાળા સોની પાસે તપાસ કરાવતા ખોટી હોવાનું પુરવાર થયું હતું. આખરે રાહુલ ભાઈ આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રાજુ અને કરણ નામના બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now