ગુજરાતમાં ફરી એકવાર સરકારી કર્મચારીઓએ સરકાર સામે જાણે મોરચો માડ્યો છે. હવે મહેસૂલી કર્મચારીઓએ પડતર પ્રશ્નો હડતાળની ચીમકી ઉચ્ચારી છે. રાજ્ય સરકારને આવેદનપત્ર આપ્યાને 10 દિવસ થયા પરંતુ તેમ છતાં ઉકેલ નહી આવતા રણશીંગું ફૂંક્યું છે.
મહેસૂલી કર્મચારીઓએ અનેક પ્રશ્નો છે. જેનું નિરાકરણ નહીં આવતા 30 એપ્રિલના રોજ માસ CL પર જશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. એટલુ જ નહીં પણ હાલ આંદોલનના ભાગરૂપે મહેસૂલી કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ
માસ CL પર ઉતર્યા પછી પણ પડતર માગો સરકાર તરફથી સ્વીકારવામાં નહીં આવે તો ત્યારપછી અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
'કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ'
આપને જણાવી દઈએ કેમહેસુલી કર્મચારી મહામંડળે સરકારમાં કર્મચારીઓના 4 જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઇને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા લાંબા સમયથી બદલીની અરજીઓ પણ પેન્ડિંગ છે. જ્યારે વર્ષ 2012થી નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે એટલું જ નહીં પણ વર્ષ 2015થી ક્લાર્ક્સનુ પ્રમોશન અને તાજેતરમાં સહમતી વગર બદલી કરવામાં આવેલા 25 જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા પર પરત લાવવાની માગ છે. જેથી કરીને મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે.
'13 વર્ષે પણ નથી મળ્યું પ્રમોશન'
મળતી માહિતી અનુસાર વર્ષ 2015માં જોડાયેલા કર્મચારીઓને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે છતાં તેમનું પ્રમોશન નથી થયું. જ્યારે વર્ષ 2012માં જોડાયેલા મામલતદારોને 13 વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં નથી આવ્યું. કર્મચારીઓની માગ છે છતાં જિલ્લામાં ફેરબદલી કરવામાં નથી આવી.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





