IAS Pradeep Sharma : નિવૃત્ત IAS અધિકારી પ્રદીપ શર્માને આજે મોટો કાનૂની ફટકો લાગ્યો છે. વર્ષોથી ચાલતી સુનાવણીઓ, પુરાવા અને તપાસની વિગતોના આધારે EDની વિશેષ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. ભુજ વિસ્તારમાં ગેરકાયદે રીતે જમીન ફાળવણી કરવાના ગંભીર કેસમાં કોર્ટએ આ મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે.
ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા
આ કેસમાં ED દ્વારા લાંબી તપાસ કરવામાં આવી હતી અને અનેક દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ ED કોર્ટએ પ્રદીપ શર્માને દોષિત જાહેર કર્યા છે. હવે આગળની કાર્યવાહી હેઠળ સજા અંગેનો નિર્ણય અમદાવાદની EDની વિશેષ કોર્ટમાં સંભળાવવામાં આવશે.
આગામી દિવસોમાં સજા સંભળાવશે
આ ચુકાદો નિવૃત્ત IAS અધિકારી માટે મોટા આંચકા જેવી સ્થિતિ ઊભી કરે છે અને આ કેસ આગામી દિવસોમાં સજા અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
5 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ
કોર્ટે પ્રદીપ શર્માને 5 વર્ષની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અત્રે જણાવીએ કે, પ્રદિપ શર્મા અગાઉના કેસમાં સજા ભોગવી રહ્યા છે, તેનાથી અલગ આ સજા ભોગવવાની રહેશે. ED એ પ્રદીપ શર્માની જે પ્રોપર્ટી ટાંચમાં લીધી તે સરકાર હસ્તક કરશે
અનેક ફરિયાદો નોંધાયેલી
અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલિન અને પૂર્વ કલેકટર પ્રદીપ શર્મા સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં ગાંધીધામના ચુડવા ગામની રોડટચ જમીન પરના કથિત દબાણને નિયમભંગ કરી નિયમિત કરી આપ્યા હોવાની સીઆઈડીમાં ફરિયાદ નોંધાઈ હતી. કચ્છમાં ફરજ દરમિયાન પ્રદીપ શર્માએ ભુજીયા ડુંગરની તળેટીમાં જથ્થાબંધ બજારના નિર્માણ માટે ફાળવવામાં આવેલી જમીનમાં સરકારી નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.






