અમદાવાદના બહેરામપુરામાં 65 વર્ષીય નિવૃત બેન્ક મેનેજર નવીનચંદ્ર ચૌહાણ સાથે રોકાણના લાલચમાં આવી છેતરપિંડીનો ભોગ બન્યા છે. મહારાષ્ટ્રના હર્ષિત અગ્રવાલ નામના રોકાણ એડવાઇઝરે શેરબજાર અને અન્ય સ્કીમોમાં રોકાણ કરાવવાના બહાને કુલ રૂ. 6.23 લાખ પડાવ્યા હતા. જેમાં માત્ર રૂ. 32 હજાર જ પરત મળ્યા હતા, જ્યારે બાકીના 5.91 લાખ પરત ન કરતા નવીનચંદ્રે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
નવીનચંદ્ર ચૌહાણ વર્ષ 2021માં બેન્ક મેનેજર તરીકે નિવૃત થયા હતા અને ત્યારથી તેઓ રોકાણ માટે ડી-મેટ એકાઉન્ટ વડે કામ કરતા હતા. શરૂઆતમાં તેઓએ ‘પ્રગતિ ઉપાધ્યાય’ નામની એક રોકાણ સલાહકારની મદદથી રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2024માં તેમનો સંપર્ક હર્ષિત અગ્રવાલ સાથે થયો હતો, જેણે પોતાને રોકાણ એડવાઇઝર ગણાવ્યો અને જૂની સ્કીમો મોકલી રોકાણ માટે લાલચ આપ્યો હતો.
હર્ષિતે તેમને જણાવ્યું હતું કે, માત્ર સાત દિવસમાં તેમને સારો નફો મળશે. વિશ્વાસમાં આવી નવીનચંદ્રે અલગ અલગ સમયગાળામાં કુલ રૂ. 6.23 લાખ ટ્રાન્સફર કર્યા હતા. પ્રારંભમાં માત્ર રૂ. 32 હજાર પરત મળ્યા બાદ બાકી રકમ માટે હર્ષિત સતત વાયદા કરતો રહ્યો.
છેલલે જ્યારે રૂપિયાની પરતફેર થઈ નહીં, ત્યારે નવીનચંદ્રે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં હર્ષિત અગ્રવાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં કોંગ્રેસનો ‘ચૂંટણી ઢંઢેરો’ જાહેર: ખાડા મુક્ત રસ્તા, શુદ્ધ પાણી અને કરવેરામાં રાહતના વચનો સાથે મતદારોને આકર્ષવાનો પ્રયાસ





