Home Gujarat Retired Armymans Son Found After 5 Hour Operation

બાપુનગરમાં આર્મીમેનના દીકરાનું અપહરણ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માત્ર 5 કલાકમાં આરોપીને શોધી કાઢ્યા

બાપુનગરમાં આર્મીમેનના દીકરાનું અપહરણ
Published by: OBS Bureau
Last Updated: Jul 15, 2025, 08:54 AM IST

અમદાવાદના બાપુનગર બ્રિજ પાસે ગઈકાલ મધ્ય રાત્રીએ પૈસાની લેતી-દેતી માટે બોલાવી મિત્રોએ જ તેનું પહરણ કર્યું હતું. સમગ્ર મામલાની જાણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને થતાં ક્રાઈમ બ્રાન્ચે 5 લોકોની ટીમ બનાવી સર્ચ ઓપરેશન કર્યું હતું.

સમગ્ર મામલે પોલીસને જાણવા મળ્યું કે, આરોપીઓએ યુવકનું અપહરણ કર્યું હતું, તેણે એક વચેટીયા વ્યક્તિનું પણ સાથે જ અપહરણ કર્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં ક્રાઈમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ પણ કરી હતી. પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે,અપહરણ થયું તે આર્મીના નિવૃત્ત સુબેદારનો દીકરો હતુ.

આ યુવકનું અપહરણ કરીને તેને ઠોર માર મારવામાં આવ્યો હતો.જ્યારે અપહરણ કરવામાં ત્રણ લોકો સામેલ હતા. આ સમગ્ર ઘટના બની ત્યારે નિવૃત્ત આર્મીમેનના દીકરા સાથે એક બીજો વ્યક્તિ પણ ત્યાં આવ્યો હતો. તેણે વચ્ચે વાત કરી તો આરોપીઓ તેનું અપહરણ કરીને સાથે લઈ ગયા હતા. પાંચ કલાકના ઓપરેશન બાદ આરોપીઓની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચે યુવકને છોડાવ્યો હતો. આર્મી અધિકારીના દિકરાને એટલો માર માર્યો કે તેમને સારવાર માટે હોસ્પીટલ દાખલ કરવો પડ્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now