Home Gujarat Rest Homes Will Be Built For Relatives Of Patients In 14 Government Hospitals In Gujarat

ગુજરાતમાં 14 સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ માટે બનાવાશે વિશ્રામગૃહ : મૂળભૂત સુવિધાઓથી સુસજ્જ હશે, આ શહેરોની સુવિધામાં થશે વધારો

ગુજરાતમાં 14 સરકારી હોસ્પિટલમાં દર્દીઓના સગાઓ માટે બનાવાશે વિશ્રામગૃહ
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2025, 01:46 PM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની 14 સરકારી હોસ્પિટલો ખાતે દર્દીઓના સગા-સંબંધીઓને રહેવા-જમવાની સુવિધાઓ પૂરી પાડવા માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મુખ્યમંત્રીશ્રીએ કેબીનેટ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

આ અંગે વધુ વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, પોતાના સ્વજનોની સારવાર માટે દૂર-દરાજના ગામોમાંથી સરકારી જનરલ-સિવિલ હોસ્પિટલ ખાતે આવતા અનેક નાગરિકોને શહેરોમાં રહેવા-જમવાની સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી. દર્દીઓના સગા-સંબંધીઓની આ સમસ્યાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને મુખ્યમંત્રીએ તેમના માટે રહેવા-જમવાની સુવિધાઓ ધરાવતા વિશ્રામગૃહ બનાવવાનો સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે. જે અંતર્ગત સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદ દ્વારા કુલ 14 જેટલી સરકારી સિવિલ-જનરલ હોસ્પિટલો ખાતે રેન બસેરા-વિશ્વામ ગૃહ બનાવવામાં આવશે.

આ 14 શહેરોની સુવિધામાં થશે વધારો

મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં પોરબંદર, ગોધરા અને મોરબી-GMERS જનરલ હોસ્પિટલ ખાતે, લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ અને મોડાસા જનરલ હોસ્પિટલ ખાતે તથા જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે આરામદાયક વિશ્રામગૃહ બનાવવા માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

મૂળભૂત સુવિધાઓથી સુસજ્જ હશે વિશ્રામગૃહ

આ સંવેદનશીલ નિર્ણયથી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સગા સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રેન બસેરા સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે, જેથી ગરીબ અને દૂરના વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત મળશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત