Home Gujarat Residents In The Area Have Been Advised To Evacuate Due To A Seriousfire

અમદાવાદના ગુરુકુળ વિસ્તારના પૂર્વી ટાવરના 9માં માળે આગ : એસીનું ક્રોમ્પેશર ફાટતા ફેલાયેલી આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહીં.

અમદાવાદના ગુરુકુળ વિસ્તારના પૂર્વી ટાવરના 9માં માળે આગ
Published by: OBS Bureau
Last Updated: May 22, 2025, 12:40 PM IST

અમદાવાદમાં ફરી એકવાર આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂકુળ વિસ્તારમાં ડ્રાઇવ ઇન રોડ પાસે સુભાષ ચોક નજીક આવેલા પૂર્વી ટાવરમાં આગની ઘટના સામે આવી છે. ટાવરના 9માં માળે એસીમાં બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. જે આગ વધુ ફેલાતા ફ્લેટમાં પડેલા ગેસનાં સિલિન્ડર પણ ફાટ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 9માં માળ સુધી પહોંચી ગઈ હતી.

આગે વિકરાળ સ્વરૂપ લઈ લેતા એપાર્ટમેન્ટમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને થોડા જ સમયમાં આગને કાબૂમાં લઈ લોકોને રેસ્કયુ કર્યું હતું. જ્યારે આઠમાં અને નવમાં માળનાં લોકોને ટાવરનાં ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા. ફાયરબ્રિગેડે હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતાર્યા હતા.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now