મહેસાણાના અરજદાર પથુજી ઠાકોરે એડવોકેટ હર્ષ રાવલ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર ઇતની અરજી દાખલ કરી હતી. અરજદાર નિવૃત પ્રિન્સિપાલ છે જે OBCમાંથી આવે છે. જેમના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે ગુજરાત લોકલ ઓથોરિટી અમેન્ડમેન્ટ એક્ટ 2023 લાવીને રાજ્યમાં જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયત અને લોકલ બોડીઝની અન્ય ચૂંટણીઓમાં OBC અનામત 10 ટકાથી વધારીને 27% કર્યું છે. ખરેખરમાં અધર બેકવર્ડ ક્લાસની વ્યાખ્યા સરકારી નોકરીઓમાં અનામતની જેમ પોલિટિકલ રિપ્રેઝન્ટેશનમાં કરી શકાય નહીં.
ચૂંટણીઓમાં અનામત મુદ્દે જાહેરહિતની અરજી
આ અરજી સંદર્ભે હાઇકોર્ટમાં આજે રાજ્ય સરકારે એફિડેવિટ ફાઇલ કરી છે. ઉલ્લેખનીય છે કે આવી જ જાહેર હિતની અરજી દિનેશ બાંભણિયા દ્વારા કરવામાં આવી હતી. જો કે કોર્ટે નવી અરજીનો સ્વીકાર નહીં કરીને તેમને ચાલુ અરજીમાં ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરવા સૂચન કર્યું હતું. આજે દિનેશ બાંભણિયા વતી ઉપસ્થિત થયેલા વકીલે ચાલુ જાહેર હિતની અરજીમાં ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરી હતી. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે દિનેશ બાંભણિયાને કોર્ટે ઇન્ટરવેન્શન એપ્લિકેશન કરવા સ્વતંત્રતા આપી હતી, પરંતુ હક્ક નહીં. જાહેર હિતની અરજીમાં ઇન્ટરવેન્શન અરજી માટે પોતાનો સંપૂર્ણ પરિચય આપવો પડશે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ
આપને જણાવીએ કે, સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે તે વિસ્તારમાં વસ્તીના આધારે OBCને બેઠકો ફાળવવી જોઈએ. જો તે વિસ્તારમાં OBC ની સંખ્યા વધુ હોય તો 50 ટકાથી અનામત વધે નહીં તે રીતે પણ બેઠકો ફાળવી શકાય અને ઓછી સંખ્યા હોય તો ઓછી બેઠકો ફાળવવી જોઈએ. બેકવર્ડ ક્લાસમાં પોલિટિકલ રીપ્રેઝન્ટેશનમાં જાતિઓની ઓળખ અમે સંખ્યા માટે ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. જેને ડીસોલ્વ કરી નાખવામાં આવ્યું છે. કેબિનેટની સબ કમિટીએ કમિશનના સૂચનોને અનુસર્યા વગર અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસર્યા વગર યુનિફોર્મ રિઝર્વેશનનું સમર્થન કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો ફાળવવામાં ફિક્સ અનામતથી સામાન્ય વર્ગ અને SC, ST અને OBC ને નુકશાન જઈ રહ્યું છે.

_92b13666-8c99-4b1a-bc49-7b6244b8091a.jpg)




