Home Gujarat Remand Of Bribe Taking Magistrate And Driver Approved

લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરના રિમાન્ડ મંજૂર : પ્રાંતિજ-અમદાવાદ વચ્ચે ડમ્પર રોકટોક વીના ચલાવવા માંગી હતી લાંચ

લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરના રિમાન્ડ મંજૂર
Published by: OBS Bureau
Last Updated: Aug 08, 2025, 01:04 PM IST

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ મામલતદાર અને તેમના ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા છે, ACBએ સેવા સદનના પાર્કિંગમાં લાંચનું છટકું ગોઠવ્યું, હતુ અને ખનીજ વહન કરતા ડમ્પર માલીક પાસે માંગી હતી લાંચ, ડમ્પર નહીં પકડવા માટે ગાડી દીઠ 10,000 માંગ્યા હતા અને 5 ડમ્પરના 50 હજારની લાંચ માંગી હતી, મામલતદાર જગદીશ ડાભી લાંચ લેતા ઝડપાયા છે.

લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરના રિમાન્ડ મંજૂર

ACBએ ઝડપેલા લાંચિયા મામલતદાર અને ડ્રાઇવરને સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતો.કોર્ટે આ લાંચિયા મામલતદાર જગદીશ ડાભીને એક દિવસના રિમાન્ડ આપ્યા છે. મામલતદાર જગદીશ ડાભી અને ડ્રાઇવરને ડમ્પર અને ટ્રકવાળા પાસે લાંચ લેતા ઝડપાયા હતા.પ્રાંતિજ-અમદાવાદ વચ્ચે રેતી હેરફેર કરતા ડમ્પર રોકટોક વીના ચલાવવા લાંચ માંગી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now