Home National Rekha Gupta Viral Luxury Chair Controversy Delhi Cm

CM રેખા ગુપ્તાની ખુરશી કેમ થઈ રહી છે વાયરલ? : કિંમત અને ફીચર્સના દાવા જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

CM Rekha Gupta chair viral
Published by: Viral Patel
Last Updated: May 27, 2026, 12:52 PM IST

CM Rekha Gupta chair viral: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની એક ખુરશી આજકાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બની છે. મુખ્યમંત્રીની એક પબ્લિક પોસ્ટમાં જોવા મળેલી આ ચેર દેખાવમાં ભલે સામાન્ય રિક્લાઈનર જેવી લાગતી હોય, પરંતુ વાયરલ થઈ રહેલા દાવાઓમાં તેને લક્ઝરી ફીચર્સ અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ખુરશીની કિંમત, ડિઝાઈન અને ફીચર્સને લઈને અનેક પ્રકારની અટકળો સામે આવી રહી છે.

CM રેખાની ખુરશી વાયરલ

-1-2

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની ખુરશીની તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટોને લઈને અલગ-અલગ યુઝર્સ જાતજાતના દાવા કરી રહ્યા છે. ખુરશીની બનાવટ જોઈને લોકો તેને સામાન્ય રિક્લાઈનર સાથે સરખાવી રહ્યા છે.

ખુરશીને લઈને શું દાવો કરવામાં આવી રહ્યો છે?

વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કોઈ સામાન્ય ખુરશી નથી, પરંતુ હાઈ-ટેક લક્ઝરી રિક્લાઈનર છે. તેમાં મલ્ટી-પોઈન્ટ મસાજ સિસ્ટમ અને ઈલેક્ટ્રિક ફીચર્સ હોવાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, અમે આ દાવાઓની પુષ્ટિ કરતા નથી.

ફીચર્સને લઈને થઈ રહેલા દાવા

ખુરશીને લઈને સૌથી વધુ ચર્ચા તેના ઓટોમેટિક ફૂટરેસ્ટ ફીચરની થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફીચર બેસનાર વ્યક્તિના પગને વધુ સારો આરામ આપે છે. આ જ કારણસર તેને ઓફિસની સામાન્ય ખુરશી કરતાં અલગ ગણાવવામાં આવી રહી છે.

ડીપ ઝીરો ગ્રેવિટી

સોશિયલ મીડિયા પર તેને 'ડીપ ઝીરો ગ્રેવિટી રિક્લાઈનિંગ ચેર' પણ કહેવામાં આવી રહી છે. દાવો છે કે તે બોડી પોઝિશનને સંતુલિત રાખીને લાંબા સમય સુધી બેસવામાં આરામ આપે છે. આ વાયરલ તસવીરે તેની ટેકનોલોજીને લઈને સોશિયલ મીડિયા પર લોકોની ઉત્સુકતા વધારી દીધી છે અને લોકો ગૂગલ પર આ ખુરશી વિશે સર્ચ કરી રહ્યા છે.

કિંમત અંગે દાવો

-1-2-3

કિંમતને લઈને પણ અલગ-અલગ અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. કેટલાક અહેવાલોમાં તેની કિંમત 50 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની હોવાનું કહેવાય છે. પરંતુ હજી સુધી એ સ્પષ્ટ નથી થયું કે વાયરલ તસવીરમાં દેખાતી ખુરશી એ જ મોડેલ છે કે નહીં, જેની સાથે કિંમતની સરખામણી કરવામાં આવી રહી છે.

સીએમ રેખાની અભિનેતા રાકેશ બેદી સાથે મુલાકાત

અભિનેતા રાકેશ બેદી સાથેની મુલાકાત બાદ એક્સ (X) પર ફોટો શેર કરતા સીએમ રેખા ગુપ્તાએ લખ્યું દિલ્હી સચિવાલયમાં દિગ્ગજ અભિનેતા રાકેશ બેદી જી સાથે મુલાકાત થઈ. દિલ્હીની એક સન્માનનીય વ્યક્તિ રાકેશ બેદીને તમામ પેઢીના લોકો આજે પણ પસંદ કરે છે. તેમની તાજેતરની ફિલ્મ 'ધુરંધર'માં તેમની ભૂમિકાએ ખાસ કરીને યુવા દર્શકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. અમે મનોરંજન અને કલાના ક્ષેત્રમાં દિલ્હીના વધી રહેલા મહત્વ પર પણ ચર્ચા કરી."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now