Home Gujarat Red Alert In Several Districts Of Gujarat Seven Day Weather Forecast By The Meteorological Department

ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ : સાત દિવસની હવામાન વિભાગની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Published by: OBS Bureau
Last Updated: Jun 17, 2025, 02:03 PM IST

હવામાન વિભાગે જાણકારી આપી છે કે ગુજરાત પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને ગુજરાતના દક્ષિણ, મધ્ય અને કચ્છ-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે.

રેડ એલર્ટ ધરાવતા મહત્વના જિલ્લાઓ:

અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, પોરબંદર, જૂનાગઢ

અતિભારે વરસાદની આગાહી ધરાવતા અન્ય જિલ્લાના નામ:

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા

સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી

રાજકોટ, જામનગર, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ

હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સખત સૂચના આપી છે. તંત્રે લોકોને આગાહ રહેવા અને અનાવશ્યક મુસાફરી ટાળવા વિનંતી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now