GSSSB Recruitment : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી ખુશખબર આપવામાં આવી છે. મંડળ દ્વારા રાજ્યના વિવિધ વિભાગોમાં કુલ 395 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર
આ ભરતી પ્રક્રિયા હેઠળ રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજે બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી પૂર્ણ કરવાની રહેશે.
ત્રણ અલગ-અલગ વિભાગોમાં ભરતી
ભરતી ત્રણ અલગ-અલગ કેટેગરીમાં કરવામાં આવશે. જેમાં જુનિયર ફાર્મસીસ્ટની 209 જગ્યાઓ, ગ્રંથાલય કારકુનની 86 જગ્યાઓ અને મદદનીશ (Assistant)ની 100 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.






