Home Gujarat Gujarat Assembly Passes Uniform Civil Code Bill 2026

ઐતિહાસિક ક્ષણ : ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, ઉત્તરાખંડ બાદ ગુજરાત બન્યું દેશનું બીજું રાજ્ય

ઐતિહાસિક ક્ષણ
Published by: Vishal Dave
| Last Updated: Mar 24, 2026, 05:39 PM IST

ગુજરાત વિધાનસભામાં આજે એક ઐતિહાસિક પ્રકરણ લખાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ 'ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026' વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. આ સાથે જ ઉત્તરાખંડ પછી યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બની ગયું છે. ભાજપે 1995ની ચૂંટણીમાં આપેલું વચન આજે 31 વર્ષ બાદ પૂર્ણ થયું છે. બિલ પસાર થતા જ ગૃહમાં 'જય શ્રી રામ'ના નારા ગુંજી ઉઠ્યા હતા.

લગ્ન અને છૂટાછેડા માટે સમાન નિયમો મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતા સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદાનો ઉદ્દેશ્ય સમાનતા, ન્યાય અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરવાનો છે. નવા કાયદા મુજબ:

  • ફરજિયાત નોંધણી: લગ્નની નોંધણી કરાવવી હવે અનિવાર્ય રહેશે. નોંધણી નહીં કરાવનારને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે.

  • બહુપત્નીત્વ પર પ્રતિબંધ: એકથી વધુ લગ્ન કરનારને 4 વર્ષની સજાની જોગવાઈ છે.

  • છૂટાછેડાના નિયમો: કોર્ટ બહારના છૂટાછેડા હવે અમાન્ય ગણાશે અને તે સજાપાત્ર ગુનો બનશે. દરેક ધર્મ માટે છૂટાછેડાના નિયમો એક સમાન રહેશે.

લિવ-ઇન રિલેશનશિપ માટે કડક જોગવાઈ

આ બિલમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવે લિવ-ઇન રિલેશનમાં રહેતા યુગલો માટે 3 મહિનાની અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે. સરકારનું કહેવું છે કે આ જોગવાઈ છેતરપિંડી રોકવા અને કાયદાકીય સુરક્ષા પૂરી પાડવા માટે કરવામાં આવી છે.

ગૃહમાં હોબાળો અને વિપક્ષનો વિરોધ

બિલ પરની ચર્ચા દરમિયાન ગૃહમાં ભારે ઉગ્રતા જોવા મળી હતી. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ બિલનો વિરોધ કરતા જણાવ્યું હતું કે આમાં નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ થતું હોય તેવું દેખાતું નથી. તેમણે લિવ-ઇન રિલેશનની નોંધણીને સમાજમાં પ્રોત્સાહન આપવા સમાન ગણાવીને વાંધો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત, આદિવાસી સમાજની સુરક્ષા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

હલાલા પ્રથા પર તીખી પ્રતિક્રિયા

ચર્ચામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'હલાલા' પ્રથા અને ઓળખ છુપાવીને લગ્ન કરવાના કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આવી પ્રથાઓ રોકવા કડક કાર્યવાહી જરૂરી છે. તેની સામે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ બચાવ કરતા કહ્યું હતું કે હલાલા અંગે સમાજમાં ખોટો સંદેશ ફેલાવવામાં આવી રહ્યો છે.

આ બિલ પસાર થવાથી ગુજરાતમાં હવે તમામ જ્ઞાતિ અને ધર્મના લોકો માટે કૌટુંબિક બાબતોમાં એક સમાન કાયદો અમલી બનશે, જે સામાજિક ન્યાયની દિશામાં એક મોટું કદમ માનવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને: ખોટા દાવા બદલ ઈટાલિયાએ માફી માગી

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ: ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર: પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ઇંધણ સંગ્રહખોરી રોકવા નવા નિયમો જાહેર