Home Gujarat Reconstruction Of The Accused Who Attacked The Police Officer

ભાભરમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન : આરોપીઓએ કોન્સ્ટેબલને માર મારી મોબાઇલ લૂંટી નાસી છૂટ્યા હતા

ભાભરમાં પોલીસ કર્મી પર હુમલો કરનાર આરોપીનું રિકન્સ્ટ્રક્શન
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 10:20 AM IST

ભાભર પાલિકાના કર્મચારીને છોડાવવા જતાં પોલીસ કર્મી ઉપર હુમલો કરી મોબાઈલની લૂંટ ચલાવ્યાની ઘટનાને લઇ લોકોમાં ભય ફેલાયો હતો. આ બનાવમાં ભાભર પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસે આરોપીને બરાબરનો પાઠ ભણાવી હાઈવે ઉપર રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ.

ભાભરમાં રક્ષાબંધનના દિવસે પાલિકા અને પોલીસ કર્મચારી ઉપર હુમલાની ઘટના બની હતી.ઘટનાની ગંભીરતા લઈ પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી દિયોદર એએસપી સુબોધ માનકર તેમજ ભાભર પીઆઇ એસ.ડી. ચૌધરી દ્વારા પોલીસની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.ગણતરીના કલાકોમાં ટીનો દિલીપસિંહ રાઠોડ, પીન્ટુ શૈલેષ સિંહ રાઠોડ, ગૌતમ ટીનુભા વાઘેલા અને વિશાલ અચુભા રાઠોડ તમામ આરોપીને ઝડપી પાડ્યા હતા.

લોકોમાં ભય ફેલાવનાર તત્વો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી ચારેય આરોપીઓનું ભાભર પોલીસ મથકથી જુના બસ સ્ટેશન, નગરપાલિકા વિસ્તાર અને લાટી બજાર થઈ હાઇવે સર્કલ સુધી ચાલતા લઈ જઈ ઉઠક બેઠક કરાવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.અને કાયદાનું ભાન કરાવ્યું હતું.બાદમાં પોલીસે રિમાન્ડ માટે ભાભર કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ દ્વારા તેમને એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now