Home Gujarat Real Pi Arrested In Fake Police Case In Surat

સુરતમાં નકલી પોલીસ કેસમાં અસલી PI સંકજામાં : 3 લાખની લાંચ માંગી, PI પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ

સુરતમાં નકલી પોલીસ કેસમાં અસલી PI સંકજામાં
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 11:43 AM IST

સુરતમાં નકલી પોલીસ બનીને તોડ કરવાના અને હનીટ્રેપના કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. કિમ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં આરોપીઓ સામે કાર્યવાહી કરવાની જગ્યાએ અસલી પોલીસ અને વકીલ જ લાંચના ખેલમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રૂપિયા 3 લાખની લાંચ લેતા કિમ પોલીસ મથકના PI પ્રવીણ જાડેજા અને વકીલ ચિરાગ ગોંડલિયાની ધરપકડ કરી છે.

10 લાખની લાંચ માગી

પ્રાપ્ત માહિતી મુજબ, નકલી પોલીસ બનીને તોડ કરવાના કેસમાં આરોપીઓ સામે વધુ કડક કલમો ન ઉમેરવા માટે લાંચની માંગ કરવામાં આવી હતી. રૂપિયા 90 હજારના માસિક પગાર પર કાર્યરત PI પ્રવીણ જાડેજાએ શરૂઆતમાં રૂપિયા 10 લાખની લાંચ માગી હતી. લાંબી રકઝક બાદ અંતે રૂપિયા 3 લાખમાં મામલો પતાવવાનો સોદો થયો હતો.

નકલી પોલીસમાના ખેલમાં અસલી PI ACBના સંકજામાં

ફરિયાદ પક્ષ લાંચ આપવા ઈચ્છતો ન હોવાથી તેમણે અમદાવાદ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની તપાસ બાદ ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ આપતી વખતે મધ્યસ્થ તરીકે કાર્યરત વકીલ ચિરાગ ગોંડલિયા સહિત PI પ્રવીણ જાડેજાને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાથી પોલીસ તંત્રની છબી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. હાલ આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસની આગળની તપાસ સુરત ACB એકમને સોંપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now