Home Sports IPL 2026 Rcb Vs Gt Ipl 2026 Qualifier Rajat Patidar Virat Kohli Records

IPL પ્લેઓફમાં RCB નો સૌથી મોટો ધડાકો! : કોહલી-પાટીદારે લખી નવી સુવર્ણકથા, IPL ના બધા રેકોર્ડ્સ પડ્યા ફિક્કા

Rajat Patidar and Virat Kohli
Published by: Aryan Shah
Last Updated: May 27, 2026, 06:22 AM IST

Records of Rajat Patidar and Virat Kohli : IPL 2026 ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન Royal Challengers Bengaluru એ ધર્મશાલાના મેદાન પર Gujarat Titans સામે સંપૂર્ણ દબદબો જમાવ્યો હતો. 26 મે, 2026 ના રોજ રમાયેલી આ હાઇ-વોલ્ટેજ મેચમાં RCB એ 92 રનની વિશાળ જીત મેળવી સતત બીજી વખત IPL ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરી દીધી છે. મેચ માત્ર જીત પૂરતી મર્યાદિત રહી નહોતી, પરંતુ આ મુકાબલામાં અનેક ઐતિહાસિક અને અનોખા રેકોર્ડ્સ સર્જાયા હતા. RCB માટે સૌથી મોટા હીરો કેપ્ટન Rajat Patidar રહ્યા, જેમણે આક્રમક બેટિંગ કરીને ગુજરાતના બોલરોને સંપૂર્ણપણે બેકફૂટ પર ધકેલી દીધા હતા. તેમની સાથે Virat Kohli એ પણ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી હતી.

રજત પાટીદારનો ઐતિહાસિક વિસ્ફોટ

RCB ની ઇનિંગ્સ દરમિયાન સૌથી મોટું આકર્ષણ રજત પાટીદારની નોટઆઉટ 93 રનની ધમાકેદાર ઇનિંગ રહી હતી. પાટીદારે માત્ર 33 બોલમાં 93 રન ફટકાર્યા હતા, જેમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોવા મળ્યો હતો. ખાસ વાત એ રહી કે, તેમણે 281.82 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી IPL ઇતિહાસમાં 50 કે તેથી વધુ રન બનાવનાર કેપ્ટન તરીકે સૌથી વધુ સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ પોતાના નામે કર્યો. આક્રમકતાનો અંદાજ એ વાત પરથી પણ આવી જાય છે કે, આખી ઇનિંગ દરમિયાન તેમણે માત્ર એક જ ડોટ બોલ રમ્યો હતો અને તે બોલ પણ બાય રનમાં પરિણમ્યો હતો. એટલે કે, પાટીદાર લગભગ દરેક બોલ પર સ્કોર કરી રહ્યો હતો. મેચ દરમિયાન પોતાની ત્રીજી સિક્સર સાથે તેને T20 ક્રિકેટમાં 200 સિક્સરનો આંકડો પણ પાર કર્યો હતો. માત્ર 105 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરીને તેઓ ભારતીય બેટ્સમેનોમાં સૌથી ઝડપી 200 T20 સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયા છે. આ પહેલા આ રેકોર્ડ Abhishek Sharma ના નામે હતો, જેને 125 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

IPL પ્લેઓફમાં પાટીદારનો અદ્ભુત દબદબો

રજત પાટીદારે માત્ર 21 બોલમાં પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. IPL પ્લેઓફ ઇતિહાસમાં આ સંયુક્ત રીતે ચોથી સૌથી ઝડપી અડધી સદી ગણાય છે. આ લિસ્ટમાં હવે તેમનું નામ Virender Sehwag અને Dwayne Smith ની બરાબરીએ આવી ગયું છે. પાટીદારના પ્લેઓફ આંકડાઓ પણ હવે અત્યંત ખાસ બની ગયા છે. IPL પ્લેઓફની માત્ર 6 ઇનિંગ્સમાં પાટીદારે 112.66 ની એવરેજ અને 193.14 ના સ્ટ્રાઇક રેટથી કુલ 338 રન બનાવ્યા છે. પ્લેઓફમાં તેમના નામે હવે 24 સિક્સર થઈ ગઈ છે. આ મામલે તેઓ હવે માત્ર Suresh Raina, MS Dhoni અને Kieron Pollard થી પાછળ છે.

અડધી રાત્રે અર્શદીપની આ હરકતથી થયો હોબાળો!: IPL બાદ આ પગલાએ બધાને કર્યા વિચારતા, જાણો શું છે આખો મામલો

RCB એ તોડ્યો પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો સ્કોર

પ્રથમ બેટિંગ કરતાં RCB એ 20 ઓવરમાં 5 વિકેટે 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. આ IPL ઇતિહાસમાં કોઈપણ પ્લેઓફ મેચમાં બનાવાયેલો સૌથી મોટો ટીમ સ્કોર બની ગયો છે. ખાસ કરીને છેલ્લી ઓવરોમાં RCB ના બેટ્સમેનોએ ગુજરાતના બોલરોને સંપૂર્ણપણે તોડી નાંખ્યા હતા. ટીમે છેલ્લી 6 ઓવરમાં 114 રન અને અંતિમ 5 ઓવરમાં 86 રનની તોફાની બેટિંગ કરી હતી. ડેથ ઓવર્સમાં આવી વિનાશક બેટિંગ IPL પ્લેઓફ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. પાટીદારને મધ્યક્રમમાં Krunal Pandya નો પણ ઉત્તમ સાથ મળ્યો હતો. બંને વચ્ચે ચોથી વિકેટ માટે માત્ર 45 બોલમાં 95 રનની વિસ્ફોટક ભાગીદારી નોંધાઈ હતી, જેને મેચની દિશા અને દશા સંપૂર્ણપણે બદલી નાખી હતી.

વિરાટ કોહલીનો વધુ એક ઐતિહાસિક મહારેકોર્ડ

RCB માટે ઓપનિંગ કરવા આવેલા વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તેમની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 1 સિક્સર સામેલ હતી. જોકે આ ઇનિંગ દરમિયાન વિરાટ કોહલીએ જે સિદ્ધિ મેળવી તે IPL ઇતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડી હાંસલ કરી શક્યા નથી. આ 43 રન સાથે કોહલીએ IPL 2026 સિઝનમાં પોતાના 600 રન પૂર્ણ કર્યા હતા. હવે તેઓ IPL ઇતિહાસના પ્રથમ અને એકમાત્ર એવા બેટ્સમેન બની ગયા છે જેને સતત ચાર સિઝનમાં 600 કે તેથી વધુ રન બનાવ્યા હોય. વિરાટ કોહલીએ 2023, 2024, 2025 અને 2026 એમ સતત ચાર વર્ષ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ પહેલા Chris Gayle અને David Warner સતત ત્રણ સિઝનમાં 600+ રન બનાવી શક્યા હતા, પરંતુ કોહલીએ હવે બધાને પાછળ છોડી દીધા છે. તે સિવાય IPL કરિયરમાં છઠ્ઠી વખત 600+ રનની સિઝન પૂર્ણ કરીને તેમણે વધુ એક ઓલ-ટાઇમ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મામલે બીજા ક્રમે KL રાહુલે ચાર વખત 600+ રન ફટકાર્યા છે.

RR ના કેપ્ટને સૂર્યવંશી સાથે કેમ ફોટો પડાવવાની પાડી ના?: શું હાઇ-પ્રેશર મેચ પહેલા રિયાન અને વૈભવ વચ્ચે થઈ મોટી તકરાર?

ગુજરાત ટાઇટન્સ સંપૂર્ણપણે બેકફૂટ પર

254 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતાં ગુજરાત ટાઇટન્સની બેટિંગ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. RCB ના બોલરો સતત વિકેટ લેતા રહ્યા અને મેચ એકતરફી બની ગઈ હતી. મોટા સ્કોરના દબાણમાં ગુજરાતની ટીમ ક્યારેય મેચમાં પરત ફરી શકી નહોતી. આ જીત સાથે RCB એ માત્ર ફાઇનલમાં સ્થાન જ મેળવ્યું નથી, પરંતુ સમગ્ર ટૂર્નામેન્ટને સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો છે કે, તેઓ સતત બીજી ટ્રોફી જીતવાના સૌથી મોટા દાવેદાર બની ચૂક્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now