Home Sports IPL 2026 Virat Kohli Travis Head Controversy Jessica Head Trolling Ipl 2026

ઓસ્ટ્રેલિયન ખેલાડીના પરિવારને મળી રહ્યા છે ગંદા મેસેજ : વિરાટ કોહલી સાથે બબાલ કર્યા બાદ ખરાબ થયા હેડના હાલ!

Virat Kohli and Travis Head
Published by: Aryan Shah
Last Updated: May 25, 2026, 08:23 AM IST

IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL 2026 માં રોમાંચ તેની ચરમસીમાએ છે. પરંતુ ઘણી વખત મેદાન પર ખેલાડીઓ વચ્ચેનો જુસ્સો એટલો વધી જાય છે કે તે સોશિયલ મીડિયા પર એક ગંભીર અને નકારાત્મક વિવાદનું રૂપ ધારણ કરી લે છે. હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાયેલી મેચમાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. ભારતીય રન મશીન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ વચ્ચે મેદાન પર તણાવ જોવા મળ્યો હતો. અફસોસની વાત એ છે કે, આ મેદાની જંગ હવે સોશિયલ મીડિયા પર ટ્રેવિસ હેડના પરિવાર માટે માનસિક ત્રાસ સમાન બની ગઈ છે, જે અંગે હેડની પત્ની જેસિકાએ મોટો ખુલાસો કર્યો છે.

મેદાન પર શું બની હતી ઘટના

ગયા શુક્રવારે એટલે કે 22 મે ના રોજ SRH અને RCB વચ્ચે એક હાઇ-વોલ્ટેજ મેચ રમાઈ રહી હતી, જ્યાં રનનો વરસાદ થઈ રહ્યો હતો. મેચ દરમિયાન RCB ની ઇનિંગ ચાલી રહી હતી અને વેંકટેશ ઐયર સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો સામે સતત ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યો હતો. આ રોમાંચક ક્ષણો વચ્ચે વિરાટ કોહલીએ મિડવિકેટ પર ફિલ્ડિંગ કરી રહેલા ટ્રેવિસ હેડ તરફ ઈશારો કર્યો હતો અને તેમને બોલિંગ કરવાની ખુલ્લી ચેલેન્જ આપી દીધી હતી. કોમેન્ટેટર્સના જણાવ્યા અનુસાર કોહલી ખૂબ જ એગ્રેસિવ અને મજાકિયા મૂડમાં હેડને કહી રહ્યા હતા કે આવો અને થોડી ઓફ-સ્પિન બોલિંગ કરીને બતાવો. કેમેરામાં કોહલી વારંવાર હેડને કંઈક કહેતા કેદ થયા હતા, જ્યારે હેડ માત્ર સ્મિત આપીને જવાબ આપી રહ્યા હતા.

ટ્રેવિસ હેડ સાથે હાથ ન મિલાવ્યા પહેલાં જ ગુસ્સામાં હતા વિરાટ કોહલી: ડગઆઉટનો વીડિયો વાઇરલ, કોહલીની નિરાશા કેમેરામાં કેદ

હાથ મિલાવવાનો વીડિયો થયો વાયરલ

જોકે, આ ઘટના મેદાન પર સામાન્ય લાગતી હતી પરંતુ અસલી હોબાળો મેચ પૂરી થયા બાદ સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો. પોસ્ટ-મેચ હેન્ડશેક એટલે કે મેચ પૂરી થયા પછી જ્યારે બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવતા હોય છે, ત્યારનો એક વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ ગયો. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ સાથે હાથ મિલાવ્યા વિના જ સીધા આગળ વધી ગયા હતા. કોહલીએ હેડની બરાબર પાછળ ઉભેલા ઇશાન કિશન સાથે હાથ મિલાવ્યો પરંતુ હેડને સંપૂર્ણપણે નજરઅંદાજ કર્યા હોય તેવું લાગ્યું. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ફેન્સ બે જૂથમાં વહેંચાઈ ગયા અને વિવાદે મોટું સ્વરૂપ લીધું.

જેસિકા હેડે વ્યક્ત કર્યું પોતાનું દુઃખ

વિરાટ કોહલીના કથિત ગુસ્સા બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ્સે સીધા ટ્રેવિસ હેડના પરિવારને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું. આ અંગે ભારે હૃદયે ખુલાસો કરતાં ટ્રેવિસ હેડની પત્ની જેસિકા હેડે જણાવ્યું કે તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓને ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર અત્યંત ગંદા, અપમાનજનક અને નફરતભર્યા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. જેસિકાએ આ પરિસ્થિતિની સરખામણી 2023 ના વનડે વર્લ્ડ કપ ફાઇનલ પછીની ટ્રોલિંગ સાથે કરી હતી. તેણીએ ભાવુક થઈને કહ્યું કે, ક્રિકેટ પ્રત્યે ફેન્સનો જુસ્સો સમજી શકાય છે, પરંતુ લોકોએ એ ન ભૂલવું જોઈએ કે ક્રિકેટર હોવાની સાથે તેઓ પણ એક સામાન્ય માણસ છે અને તેમની પાછળ તેમનો પરિવાર પણ જીવે છે. જેસિકાએ ડિજિટલ પ્લેટફોર્મ પર વધતી નફરત સામે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આજે ડિજિટલ દુનિયામાં માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઇન વર્તનને લઈને ગંભીર કાયદાઓ અને વાતચીતની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ અને બોક્સિંગ ડે ટેસ્ટ વખતે પણ આ ઓસ્ટ્રેલિયન પરિવારને ભારતીય ટ્રોલ્સનો ભોગ બનવું પડ્યું હતું.

કેએલ રાહુલે IPLમાં રચ્યો અનોખો ઇતિહાસ!: ગેલ-મેક્સવેલ પણ છૂટ્યા પાછળ! બન્યો આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન!

મેચનું પરિણામ કેવું રહ્યું

જો આ મેચના સ્કોરકાર્ડ અને પરિણામ પર નજર કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચારેય ખાને ચિત્ત કરી દીધું હતું. SRH ના બેટ્સમેનોએ RCB ના બોલરોની જોરદાર ધુલાઈ કરી હતી. ઓપનર અભિષેક શર્માએ માત્ર 22 બોલમાં 56 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જ્યારે ઇશાન કિશને 79 રન અને હેનરિક ક્લાસેને 51 રન ફટકારી નાખ્યા હતા. આ આક્રમક બેટિંગના દમ પર હૈદરાબાદે 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. પહાડ જેવા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની શરૂઆત અત્યંત શાનદાર રહી હતી, પણ વિરાટ કોહલી માત્ર 15 રન બનાવીને પેવેલિયન ભેગા થઈ ગયા હતા. મિડલ ઓર્ડરમાં રજત પાટીદારે 56 રન અને વેંકટેશ ઐયરે 44 રન બનાવીને થોડી લડત આપી હતી, પરંતુ ટીમ ક્યારેય જીતની નજીક પહોંચી શકી નહીં. અંતે સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ 55 રનના મોટા માર્જિનથી જીતી લીધી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now