Home Gujarat Rbi Imposes A Fine Of Rs 25 Lakh On Mehsana Urban Cooperative Bank

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને RBIએ 25 લાખનો ફટકાર્યો દંડ : NPAs ના વર્ગીકરણમાં નિયમોનું કર્યું હતું ઉલ્લંઘન

મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને RBIએ 25 લાખનો ફટકાર્યો દંડ
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 06:13 AM IST

મહેસાણાની અર્બન કો-ઓપરેટિવ બેંક પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોટો નાણાકીય દંડ ફટકાર્યો છે. RBI દ્વારા મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લિમિટેડ પર ₹25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કાર્યવાહી બેંક દ્વારા નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે કરવામાં આવી છે.

'નોન-પર્ફોર્મિંગ એસેટ્સ' (NPAs) ના વર્ગીકરણમાં નિયમોનું ઉલ્લંઘન

મળતી માહિતી મુજબ બેંક દ્વારા ‘નોન-પર્ફોર્મિંગ એસેટ્સ’ (NPAs)ના વર્ગીકરણ સંબંધિત નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું નહોતું. અમુક ઋણધારકોને આપવામાં આવેલી ક્રેડિટ સુવિધાઓને બેંકે સમયસર NPA તરીકે વર્ગીકૃત કરી નહોતી, જે RBIના નિયમોનું ઉલ્લંઘન ગણાયું છે. આ મામલે RBIએ બેંકની 31 માર્ચ, 2024ની નાણાકીય સ્થિતિના સંદર્ભમાં વિશેષ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેંકના નિયમનકારી પાલનમાં ખામીઓ જણાઈ આવી, જેના આધારે આ દંડની કાર્યવાહી કરવામાં આવી છે.

પારદર્શિતાને લઈને વધુ કડક વલણ

RBIએ આ દંડ બેંકની ગ્રાહકો સાથેની કોઈ નાણાકીય વ્યવહારમાં સીધી અસર કરતો નથી, પરંતુ નિયમનકારી પાલનમાં સુધારો લાવવાનો સંદેશ આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે RBI હવે કો-ઓપરેટિવ બેંકોના નાણાકીય નિયમો અને પારદર્શિતાને લઈને વધુ સખત વલણ અપનાવી રહ્યું છે, જેથી ગ્રાહકોના હિતો સુરક્ષિત રહે અને બેંકિંગ સિસ્ટમ પર વિશ્વાસ જળવાઈ રહે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ