Home Business Rbi Gold Sale 12 Billion India Economy Analysis

RBI એ ચુપચાપ વેચી દીધું ₹1.2 લાખ કરોડનું સોનું? : મધ્ય પૂર્વના યુદ્ધ અને ડોલરની મજબૂતી વચ્ચે ભારતીય અર્થતંત્ર ખોરવાયું!

RBI sold gold worth $12 billion
Published by: Aryan Shah
Last Updated: Jun 02, 2026, 01:56 PM IST

RBI sold gold worth $12 billion : વૈશ્વિક સ્તરે ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની અસર હવે ભારતીય અર્થતંત્ર પર સીધી જોવા મળી રહી છે. હાલમાં આવેલા એક અહેવાલે સોશિયલ મીડિયા અને આર્થિક જગતમાં ચર્ચા જગાવી છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ પોતાના ભંડારમાંથી આશરે 12 અબજ ડોલર (અંદાજે ₹1.20 લાખ કરોડ) નું સોનું વેચી દીધું હોઈ શકે છે. આ પગલું દેશના ચલણ રૂપિયાને ગગડતો બચાવવા અને વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરવા માટે લેવાયું હોવાની આશંકા છે.

દાવો અને અહેવાલ

બ્લૂમબર્ગના અર્થશાસ્ત્રી અભિષેક ગુપ્તાના જણાવ્યા અનુસાર, 22 મે પહેલાના બે અઠવાડિયામાં RBI એ આશરે 12 અબજ ડોલરના સોનાનું વેચાણ કર્યું હોઈ શકે છે. મનીકન્ટ્રોલના રિપોર્ટમાં પણ આ વાતને ટાંકવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે, આ વેચાણથી મળેલી રકમનો ઉપયોગ US ડોલર જેવી વિદેશી ચલણની સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવ્યો છે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રૂપિયાની સ્થિતિ મજબૂત કરી શકાય.

Gold Silver Price Today: આજે ફરી સોના-ચાંદીના ભાવમાં હલચલ! જાણો આજનો લેટેસ્ટ દર

સોનું વેચવાનું મુખ્ય કારણ

અર્થશાસ્ત્રીઓ સમજાવે છે કે ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (કાચું તેલ) મોંઘું થઈ રહ્યું છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ બહારથી મંગાવે છે, જેથી આપણું આયાત બિલ સતત વધી રહ્યું છે. વળી, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની આશંકાથી તેલ સપ્લાય ખોરવાઈ શકે છે. આ પરિસ્થિતિમાં ચાલુ ખાતાની ખાધ ઓછી કરવા અને ડોલરની અછતને પહોંચી વળવા માટે RBI એ સોનું વેચીને ડોલર ખરીદવાને પ્રાથમિકતા આપી છે.

રૂપિયા પર વધતું દબાણ

છેલ્લા કેટલાક સમયથી ભારતીય રૂપિયો એશિયાના સૌથી નબળા ચલણોમાં સામેલ થઈ ગયો હતો અને તે રેકોર્ડ નીચલા સ્તરે પહોંચ્યો હતો. જોકે, RBI ના હસ્તક્ષેપ બાદ તેમાં થોડો સુધારો જોવા મળ્યો છે. RBI ગવર્નર રૂપિયાને સ્થિર રાખવા માટે તમામ સંભવિત પગલાં લઈ રહ્યા છે, જેમાં વિદેશી રોકાણકારો પાસેથી ડોલર આકર્ષવાથી લઈને વ્યાજ દરોમાં ફેરફાર સુધીની બાબતો સામેલ છે.

સરકારી કર્મચારીઓને જુલાઈથી વધશે મોંઘવારી ભથ્થું?: DA અંગે આવ્યા મોટા અપડેટ

મોંઘી લોનની શક્યતા

આ આર્થિક કટોકટીની સીધી અસર સામાન્ય માણસ પર પડી શકે છે. રૂપિયાને ઘાટમાંથી ઉગારવા માટે જો RBI આગામી સમયમાં રેપો રેટમાં વધારો કરે છે, તો બેંકો તરફથી મળતી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન વધુ મોંઘી થઈ શકે છે. મોંઘા તેલના કારણે દેશની તિજોરી ઝડપથી ખાલી થઈ રહી હોવાથી આ પ્રકારના કડક પગલાં લેવા જરૂરી બન્યા છે.

ભારત પાસે સોનાનો ભંડાર

માર્ચ 2026 ના આંકડા મુજબ ભારત પાસે કુલ 880.52 મેટ્રિક ટન સોનાનો ભંડાર હતો. આ ભંડારમાંથી 77 ટકા સોનું ભારતમાં જ સુરક્ષિત રાખવામાં આવ્યું છે, જ્યારે બાકીનું 23 ટકા સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ પાસે છે. જો બ્લૂમબર્ગનો દાવો સાચો પડે અને 12 અબજ ડોલરનું સોનું વેચાયું હોય, તો દેશના ભંડારમાંથી આશરે 83 ટન સોનું ઓછું થઈ જશે અને ભારત પાસે 797.50 મેટ્રિક ટન સોનું બાકી રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now