જો તમારું કોઈ બેંકમાં લોકર છે, તો આ સમાચાર તમારા માટે છે. દેશની અનેક બેંકમાં અને એનબીએફસીમાં હજારો કરોડની રકમ એવી છે, જેનો કોઈ દાવેદાર નથી. જેમાંથી કેટલાક અકાઉન્ટ્સમાં તો નોમિનીની ડીટેઈલ પણ નથી. નોમિની હોય તો બેંકને એનક્લેઈમ્ડ રકમને ઓછી કરવાની સુવિધા મળે છે. તેને જ ધ્યાનમાં રાખીને RBIએ એક નિયમ જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બેંક અને એનબીએફસીની પાસે હાલના સેવિંગ અકાઉન્ટ માટે નોમિનીનો વિકલ્પ ઉપલબ્ધ નથી. આરબીઆઈએ બેંકોને કહ્યું છે કે, નવા અને તમામ વર્તમાન ગ્રાહકોના સેવિંગ્સ અકાઉન્ટ અને સેફ્ટી લોકરમાં નોમિનીનું નામ લે.
RBIએ કહ્યું કે, મોટી સંખ્યામાં ખાતામાં કોઈને નોમિની નથી બનાવવામાં આવ્યા. નોમિની રાખવાનો હેતુ જેનું ખાતું હોય તેનું મૃત્યુ થાય તો પરિવારના સભ્યોની પરેશાની ઓછી કરવી અને દાવાઓનો તાત્કાલિક નિકાલ કરવાનું છે. કેન્દ્રીય બેંકના નોટિફિકેશન અનુસાર, રિઝર્વ બેંકના મૂલ્યાંકનના આધારે, એવું જાણવા મળ્યું હતું કે નોમિની મોટી સંખ્યામાં બચત ખાતાઓમાં ઉપલબ્ધ નથી. સેન્ટ્રલ બેંકે કહ્યું, 'મૃતક થાપણદારના પરિવારના સભ્યોને અસુવિધા અને મુશ્કેલીઓ ટાળવા માટે, અમે બચત ખાતા, સલામત કસ્ટડી આર્ટિકલ અને સલામતી લોકર ધરાવતા તમામ વર્તમાન અને નવા ગ્રાહકો માટે નોમિનીનું નામ આપવાનો આગ્રહ રાખીએ છીએ.'
આ સાથે નોમિનેશનની જે તમામ માહિતી છે, તે તમારે દર 3 મહિને પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે. રિઝર્વ બેંકના દક્ષ પોર્ટલ પર માહિતી આપવાની સૂચના આપવામાં આવી છે. આરબીઆઈએ કહ્યું કે, ખાતું ખોલવા માટે ફોર્મ સંશોધિત કરી શકાય છે. નિયુક્ત સુવિધાનો લાભ લેવા અથવા પસંદ કરવા માટે ગ્રાહકો માટે જોગવાઈ હોવી જોઈએ. ગ્રાહકોને સીધી માહિતી આપવા ઉપરાંત, સંબંધિત બેંકો અને NBFC ને સમય સમય પર વિવિધ માધ્યમો દ્વારા નોમિની સુવિધાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને તમામ પાત્ર ગ્રાહક ખાતાઓનું સંપૂર્ણ કવરેજ પ્રાપ્ત કરી શકાય.
Gold Silver Price Today: સોનામાં રૂ.3,650 અને ચાંદીમાં રૂ.10,000નો કડાકો, જાણો આજનો લેટેસ્ટ દર






