Home Business Rbi Announces Policy About Reporate And Banks

RBIની જાહેરાત : બેંકોને ઘી-કેળા અને લોનધારકો માટે માઠા સમાચાર, બદલાઇ ગયા નિયમો

RBIની જાહેરાત
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2024, 06:05 AM IST

હોમલોનના ગ્રાહકો લાંબા સમયથી વ્યાજદરમાં ઘટાડાની રાહ જોઇ રહ્યા હતા. જો કે RBIએ જાહેર કરેલી મુદ્રાનીતિમાં હાલ વ્યાજદર યથાવત રાખ્યા છે. RBIએ આજે મુદ્રાનીતિમાં રેપો રેટ 6.5% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. જેથી હોમલોનના વ્યાજદરમાં રાહત નહીં મળે.RBIની બેઠકમાં આ નિર્ણય 4:2ની બહુમતીથી લેવામાં આવ્યો છે. 


ફેબ્રુઆરી 2023થી રેપો રેટમાં નથી કરાયો બદલાવ:

મહત્વનું છેકે RBI દ્વારા ફેબ્રુઆરી 2023 થી રેપોરેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. RBI ગવર્નરના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય બેંકની નીતિઓની લોકોના જીવન પર અસર પડે છે. RBIનું પહેલું કામ મોંઘવારી પર નિયંત્રણ રાખવાનું છે. RBI ગવર્નરે કહ્યું કે, મોનેટરી પોલિસી કમિટી (MPC) એ 4-2 બહુમતી સાથે વ્યાજ દર 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો, જ્યારે SDF દર 6.25% અને MSF દર 6.75% પર યથાવત છે. 


દેશનો આર્થિક વૃદ્ધિદરના અનુમાનમાં ઘટાડો:

ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અગાઉનો અંદાજ 7.2%થી ઘટાડીને 6.6% કરવામાં આવ્યો છે. RBI ગવર્નર ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDP વૃદ્ધિદર 5.4%ની અપેક્ષા કરતા ઓછો હતો. બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકઆંકો સમાપ્ત થઈ ગયા છે. દાસના મતે RBIએ ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 7.2%થી ઘટાડીને 6.6% કરાયો છે. તેમણે કહ્યું કે બીજા ક્વાર્ટરમાં અર્થતંત્રમાં મંદીનો સંકેત આપતા સૂચકઆંકો હવે સમાપ્ત થઈ રહ્યા છે.


બેંકો માટે RBIની રાહતભરી જાહેરાત:

RBIએ બેંકો માટે CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો ઘટાડ્યો છે. RBI દ્વારા બેંકો માટે CRR 4.5 %થી ઘટાડી 4% કરાયો છે. આ નિર્ણયથી બેંકોના કેશફ્લોમાં વધારો થશે. આ બદલાવથી બેંકિંગ સિસ્ટમમાં 1.16 લાખ કરોડનો કેશફ્લોનો વધારો થશે. મહત્વનું છેકે 24 મહિના પહેલા ઓકટોબર 2022માં CRRમાં બદલાવ કરાયો હતો. હવે ફરીથી બેંકોના CRR રેટમાં ઘટાડાથી બેંક્સની લિક્વિડિટી આવનારા સમયમાં વધશે. 








joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now