જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મે અને જૂન-૨૦૨૫ના માસનું પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૨૧૩ (NFSA) અંતર્ગત સમાવિષ્ટ રેશનકાર્ડધારકોને વિનામુલ્યે અનાજ (ઘઉં-ચોખા) અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ રાહતદરે આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામત્રી કાયદા-૨૦૧૩ NFSA હેઠળ સમાવિષ્ટ 77 લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની ૩.૭૧ કરોડ જનસંખ્યાને મે અને જુન-૨૦૨૫ મહિનાનું વિતરણ તારીખ ૩૧/૦૫/૨૦૨૫ સુધી ચાલુ રહેશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે અને જુન-૨૦૨૫ માસના ઘઉં અને ચોખાના વિનામુલ્યે વિતરણની જાણકારી. અંત્યોદય કુટુંબો (AAY) કાર્ડ દીઠ ઘઉં ૧૫ કિ.ગ્રા. અને ચોખા ૨૦ કિ.ગ્રા. મળવાપાત્ર જથ્થો અને અગ્રતા ધરાવતા કુટુંબો (PHH) વ્યક્તિ દીઠ ઘઉં ૨ કિ.ગ્રા. અને ચોખા ૩ કિ.ગ્રા. મળવાપાત્ર જથ્થો રહેશે.
મે-૨૦૨૫ રાજ્ય સરકારની ખાંડ, મીઠાના રાહતદરે વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી અંત્યોદય કુટુંબો માટે ખાંડ ૩ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિ.ગ્રા અને ૩ થી વધુ વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા.નો ભાવ પ્રતિ કિલો.ગ્રા.રૂ ૧૫ અને બીપીએલ કુટુંબો માટે વ્યક્તિદીઠ ૦.૩૫૦ કિ.ગ્રા. નો ભાવ પ્રતિ કિલો.ગ્રા.રૂ. ૨૨ જ્યારે મીઠું NFSA કુટુંબો માટે કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા. નો ભાવ પ્રતિ કિલો.ગ્રા.રૂ. ૧ રહેશે.
અગત્યની સૂચના
મે માસનાં PMGKAY (NFSA) યોજના હેઠળનો મે અને જૂન માસનો ઘઉં અને ચોખાનો જથ્થો તથા રાજ્ય સરકાર તરફથી વિતરણ કરવામાં આવતા મે માસમા ખાંડ અને મીઠાના જથ્થાનું વિતરણ કરવામાં આવશે. જેના માટે દરેક કાર્ડધારકે કુલ-૩ વાર આધાર આધારિત ઓથેન્ટિકેશન કરવાનું રહેશે.
આપના રેશનકાર્ડને લગતી તથા આપને મળવાપાત્ર અનાજ અંગેની વિશેષ જાણકારી માટે “My ration” મોબાઈલ એપ્લિકેશન google play store પરથી અથવા ક્યુઆર કોડ સ્કેન કરી જાણી શકો છો.






