Home International Rapper Badshah Buys Luxurious Barbie Daytona Rolex For Crores Limited Edition Know Price And Features

વિશ્વમાં માત્ર 10 લોકો પાસે છે આ ઘડિયાળ : બાદશાહે કરોડો ખર્ચીને ખરીદી, જાણો એવું તો શું છે ખાસ ?

વિશ્વમાં માત્ર 10 લોકો પાસે છે આ ઘડિયાળ
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 07:29 AM IST

રેપર અને સિંગર બાદશાહ પોતાના ગીતોની સાથે જ પોતાની લક્ઝરી લાઇફસ્ટાઇલને કારણે પણ હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે એક એવી અત્યંત દુર્લભ અને મોંઘી ઘડિયાળ ખરીદી છે, જે વિશ્વમાં માત્ર 10 જ લોકો પાસે છે. આ ઘડિયાળ ભારતમાં કોઈની પાસે નહોતી, અને બાદશાહ તેના પહેલા માલિક બની ગયા છે.બાદશાહે પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રોલેક્સની લિમિટેડ એડિશન 'બાર્બી ડેટોના' ઘડિયાળ ફ્લોન્ટ કરી છે. પોસ્ટના કેપ્શનમાં તેમણે લખ્યું, "કોઈ બાર નહીં કમાઈ પર, બાર્બી કલાઈ પર...", જે તેમની સફળતા અને સ્ટાઇલને પરફેક્ટલી દર્શાવે છે.

બાદશાહે રોલેક્સની એક લિમિટેડ એડિશન વોચ પોતાના કલેક્શનમાં સામેલ કરી છે, જે વિશ્વમાં ફક્ત 10 જ બનાવવામાં આવી છે. બાદશાહે નવી ઈન્સ્ટા પોસ્ટમાં પોતાની લક્ઝુરીયસ બાર્બી ડેટોના રોલેક્સ (Rolex Barbie Daytona) ઘડિયાળ ફ્લોન્ટ કરી છે. જેની માર્કેટ વેલ્યૂ લગભગ 8 લાખ ડોલર (ભારતીય કરન્સીમાં લગભગ 6.94 કરોડ રૂપિયા) હોવાનું કહેવાય છે. બાદશાહે ઘડિયાળનો શો-ઓફ કરતા પોસ્ટના કેપ્શનમાં લખ્યું "કોઈ બાર નહીં કમાઈ પર, બાર્બી કલાઈ પર..." જે તેમની સફળતા અને સ્ટાઇલને દર્શાવે છે.

આ ઘડિયાળમાં શું છે એટલું ખાસ?

  • આ રોલેક્સ ડેટોના ઘડિયાળ 18 કેરેટ ગોલ્ડથી બનેલી છે. તેના બેઝલ પર લગભગ 40 ગુલાબી કટવાળા સેફાયર (નીલમ) જડવામાં આવ્યા છે, જ્યારે ડાયલ પર 12 ગુલાબી સેફાયર (નીલમ) લગાવવામાં આવ્યા છે. ગુલાબી કલરને કારણે કલેક્ટર્સે તેને 'બાર્બી ડેટોના' (રોલેક્સ આ નામ સત્તાવાર રીતે વાપરતી નથી)નામ આપ્યું છે, જોકે, રોલેક્સ કંપની આ નામનો સત્તાવાર ઉપયોગ નથી કરતી.

  • રોલેક્સની આ લક્ઝરી ઘડિયાળ સામાન્ય લોકો માટે બનાવવામાં આવી નથી. આ ઘડિયાળની ખાસ વાત એ છે કે તે 'ઓફ-કેટલોગ' છે, એટલે કે તે કોઈ રિટેલ વેબસાઇટ કે ઓફિશિયલ લિસ્ટમાં ઉપલબ્ધ નથી. રોલેક્સ આવી ઘડિયાળો માત્ર પોતાના વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સને જ આપે છે.

આ જાણીતા ફુટબોલના ખેલાડી પાસે પણ છે આ ઘડિયાળનું કલેક્શન

જાણીતા ફુટબોલના ખેલાડી લિયોનલ મેસીની પાસે પણ આ ઘડિયાળનું કલેક્શન છે. તે 1963માં શરૂ થયેલી જાણીતી ક્રોનોગ્રાફ ડેટોના કલેક્શનનો હિસ્સો છે, ગુલાબી કલરના કારણે તેને બાર્બી નામ લોકોએ આપ્યું છે. બાદશાહ હવે ભારતના પહેલા વ્યક્તિ બની ગયા છે જેમની પાસે આ અત્યંત એક્સક્લુઝિવ ઘડિયાળ છે. બાદશાહ હવે આખી દુનિયાના તે 10 લોકોમાંથી એક વ્યક્તિ બની ગયા છે, જેઓ આ મોંઘી અને લક્ઝરી ઘડિયાળના માલિક છે. બાદશાહની નેટવર્થ આશરે 124 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. તેઓ ભારતના સૌથી વધુ કમાણી કરનારા મ્યુઝિશિયનમાંથી એક છે. લાઇવ શોઝ, ગીતો ઉપરાંત તેઓ રિયાલિટી શોઝમાં જજ તરીકે પણ કામ કરે છે અને પોતાના ક્લબ્સ પણ ચલાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now