'ઓપરેશન સિંદૂર'ની ઐતિહાસિક સફળતા બાદ માતૃભૂમિની પ્રથમ મુલાકાતે પધારેલા ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીનું આજે મોડી સાંજે ગાંધીનગર રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજભવન આગમન સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડાપ્રધાનને આત્મિયતાપૂર્વક આવકારતાં રાષ્ટ્ર નિર્માણમાં તેમના અવિસ્મરણીય યોગદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં દ્વિદિવસીય ગુજરાત પ્રવાસે છે, જે વિકસિત ભારતના સંકલ્પ અને અમૃતકાલના સપનાંને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન છે.





