Amreli News: રાજુલા તાલુકાના નીંગળા ગામમાં થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકરણના મનદુઃખમાં એક મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પીપવાવ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણ મહિલાઓ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
શું હતી સમગ્ર ઘટના?
નીંગળા ગામના ભાવેશ ભીલ નામના યુવકને ગામની જ એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. આ મનદુઃખ રાખીને યુવતીના પરિવારના સભ્યોએ ભાવેશનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો. ગત દિવસોમાં જ્યારે આરોપીઓ ભાવેશનું અપહરણ કરી તેને કારમાં બેસાડીને લઈ જઈ રહ્યા હતા, ત્યારે ભાવેશને બચાવવા માટે તેની 50 વર્ષીય માતા જીતુબેન ભીલ વચ્ચે પડ્યા હતા. પુત્રને બચાવવાના પ્રયાસમાં માતા કારની આડે આવતા, ક્રૂર અપહરણકારોએ તેમના પર ફોરવીલ કાર ચડાવી દીધી હતી.
હિંમતનગર અકસ્માત પછી વધુ એક દુઃખદ ઘટના : પુત્રવધુના મોતનો આઘાત સહન ન કરી શકતા સાસુનું પણ નિધન
નિર્દોષ માતાનું મોત
કાર નીચે કચડાવાને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા જીતુબેનનું કરુણ મોત નીપજ્યું હતું. પ્રેમ પ્રકરણમાં પુત્રને બચાવવા જતાં એક નિર્દોષ માતાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
પોલીસની કાર્યવાહી
આ મામલે પીપવાવ પોલીસ મથકમાં કુલ 9 શખ્સો સામે અપહરણ અને હત્યાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ૩ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ગાંધીનગરના સંત સરોવર પાસે સાબરમતી નદીમાં મોટી દુર્ઘટના : 4 યુવકો ડૂબ્યા, એકનું મોત, એકની શોધખોળ ચાલુ
અપહરણ અને હત્યા (કલમ ૩૦૨ મુજબ)નો ગુનો નોંધાયો છે. જ્યારે અન્ય બે ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રેમ પ્રકરણમાં થયેલી આ ઘાતકી હત્યાને પગલે સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલમાં પોલીસ પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





