Home Gujarat Raju Karpada Files Police Complaint Against Three Aap Leaders Over Viral Audio

"ટેક્નોલોજીનો દુરુપયોગ કરી AAP ના નેતાઓ મને ખરાબ ચીતરવા પ્રયાસ..." : વાયરલ ઓડિયો અંગે આપના ત્રણ નેતા વિરુદ્ધ રાજુ કરપડાએ નોંધાવી પોલીસ ફરિયાદ

"ટેક્નોલોજીનો દુરુપયોગ કરી AAP ના નેતાઓ મને ખરાબ ચીતરવા પ્રયાસ..."
Published by: OBS Bureau
Last Updated: Feb 15, 2026, 10:28 AM IST

સુરેન્દ્રનગર પુર્વ આપ નેતા રાજુ કરપડાએ આપના ત્રણ નેતા સામે સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી છે. કાલે આપના નેતાઓએ રાજુકરપડાની ઓડિયો ક્લિપ વાયરલ કરી અને તેઓ ભાજપના સંપર્કમાં હોય તેવો દાવો કર્યો હતો.

ત્યારે હવે રાજુ કરપડાએ આજે આ પ્રેસ કોન્ફરન્સ કરી ખોટી રીતે પોતાનો ઓડિયો વાયરલ કરવા બદલ અને ઓડિયો ને ટેકનિકલ રીતે રેકોર્ડિંગ કરી અને વાયરલ કરવા બદલ સાઈબર ક્રાઈમમાં ત્રણ આપના નેતાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

આ મામલે રાજુ કરપડાએ કહ્યું, "ખેડૂતોની વચ્ચે રાજુ કરપડાને કેવી રીતે ચિતરવો તેનું ષડયંત્ર છેલ્લા 48 કલાકથી ગાંધીનગરમાં થઈ રહ્યું હતું." વધુમાં કહ્યું કે, "ટેકનોલોજીનો દુરુપિયોગ કરીને, રાજુકપડા કોઈ કાર્યકર્તા સાથે વાત કરે છે, રાજુ કરપડાએ સેટિંગ કર્યું છે આવું બતાવવા માટે આમ આદમી પાર્ટીના ટોપ પર બેઠેલા નેતાઓ તમામ હદ વટાવી ચૂક્યા છે."

તેમણે આગળ કહ્યું, "જેને ખરેખર રાજુ કરપડા ખટકે છે, તેવા નેતાઓ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે થઈ અને ખોટા ઓડિયો બનાવીને પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આજે ઓડિયો બનાવ્યો છે આવતી કાલે એવું પણ બને કે રાજુ કરપડાને વધુ ખરાબ ચિતરવા માટે વીડિયો પણ બનાવવામાં આવે."

રાજુ કરપડાએ આપના કરણ બારોટ સ્વયમ સાલવી અને વિપુલ ઠાકોર સામે સુરેન્દ્રનગર માં ફરિયાદ નોંધાવી છે. આપના નેતાઓ સામે ફરિયાદ નોંધાતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now